" ડભોઇ નજીકના વઢવાણા ગામે વીજળી પડતા બે વ્યક્તિના મોત "  - At This Time

” ડભોઇ નજીકના વઢવાણા ગામે વીજળી પડતા બે વ્યક્તિના મોત ” 


રિપોર્ટ:- નિમેષ સોની, ડભોઈ

         હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે ડભોઇ તાલુકાના વઢવાણા ગામે બોડેલીના કંટેશ્વર ગામેથી ડાંગરની

રોપણી કરવા શ્રમજીવીઓ આવ્યા હતા અને તેઓ ડાંગરની રોપણી કરી રહયાં હતા તે સમયે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેમાં બે શ્રમજીવીઓ વરસાદથી બચવા માટે લીમડાના ઝાડ નીચે આશરો લઈ રહયા હતા. તે સમયે વીજળી પડતા ઘટના સ્થળે જ આ બે શ્રમજીવીના કમકમાટીભર્યા મોત નીપજયા હતા. આ બનાવના પગલે આજુબાજુથી અન્ય શ્રમજીવીઓ દોડી આવ્યા હતાં અને બન્નેનાં મૃતદેહોને ખેતરમાંથી બહાર લઈ આવ્યા હતા. આ સમગ્ર ઘટનાને પગલે ડભોઇ પોલીસ તંત્રનાં જવાબદાર અધિકારીઓ, ડભોઈના તાલુકા વિકાસ અધિકારી પારસ પટેલ સહિતના અધિકારીઓ અને સ્થાનિક અગ્રણીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને સ્થળ નિરીક્ષણ કર્યું હતું. હાલ ડભોઈ પોલીસે અકસ્માતનો ગુનો નોધી આગળની કાયદેસરની કાર્યવાહી આરંભી છે. તેમજ અકસ્માતે અવસાન પામનાર બન્ને શ્રમજીવીઓના મૃતદેહોને પી.એમ. અર્થે ડભોઇની રેફરલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.