મહા ગુજરાત બૌદ્ધ સંઘ દ્વારા લાકડિયા ગામમાં મચ્છોયા પરિવારનું એક સાથે 15 સભ્યોનું બૌદ્ધ ધમ્મ અંગીકારનું કાર્યક્રમ. - At This Time

મહા ગુજરાત બૌદ્ધ સંઘ દ્વારા લાકડિયા ગામમાં મચ્છોયા પરિવારનું એક સાથે 15 સભ્યોનું બૌદ્ધ ધમ્મ અંગીકારનું કાર્યક્રમ.


મહા ગુજરાત બૌદ્ધ સંઘ દ્વારા લાકડિયા ગામમાં મચ્છોયા પરિવારનું એક સાથે 15 સભ્યોનું બૌદ્ધ ધમ્મ અંગીકારનું કાર્યક્રમ.
ભારતના પ્રથમ મહિલા શિક્ષક રાષ્ટ્રમાતા સાવિત્રી બાઈના જન્મ દિવસ નિમિતે તા: ૦૩-૦૧-૨૦૨૩ના રોજ મચ્છોયા પરિવારના ૧૫ સભ્યોનું એક સાથે હિન્દુ ધર્મમાથી બૌદ્ધ ધમ્મમાં અંગીકાર કરવામાં આવેલ જેની વિશેષ વિગત નીચે મુજબ છે.
સરકારશ્રીના વર્ષ ૧૯૯૧ના ઠરાવ તેમજ ગુજરતા સરકારના ધર્મ સ્વતંત્રતાના વર્ષ-૨૦૦૩ અને વર્ષ-૨૦૦૮ના કાયદા-પરિપત્રને ધ્યાનમાં લઈને લાકડિયા ગામના ભચાઉ તાલુકામાથી એક સાથે ૧૮ વ્યક્તિઓના નિયમ અનુસાર ફોર્મ (ક) ભરેલ જે ફોર્મ ત્રીશ દિવસ અગાઉ એટ્લે કે તા:૩૧-૧૨-૨૦૨૨ના રોજ કચ્છ જિલ્લા મેજિસ્ટ્રેટને ધર્મ અંગીકારના ફોર્મ ભરીને રૂબરૂ જમા કરાવેલ જેમાં અંગીકારની તારીખ-સમય-સ્થળ-કારણ- તેમજ જરૂરી તમામ ડૉક્યુમેન્ટ સહિત પૂર્ણ વિગત સાથે પૂર્વ જાણકારી સાથે આપવામાં આવેલ ત્યારબાદ માતા સાવિત્રી બાઈ ફુલેના જન્મ દિવસે સવારે સમય:૦૯-૦૦ થી ૯.૩૦ સુધી મચ્છોયા હાઉશથી બુદ્ધ્મ શરણં ગચ્છામીના શંખનાદ સાથે ગામમાં પ્રચાર રેલીનું પ્રસ્થાન કરવામાં આવેલ ત્યારબાદ ૯.૩૦ થી ૧૧.૩૦. વાગ્યા સુધી મહા ગુજરાત બૌદ્ધ સંઘના ઉપાસક/ઉપાસીકા દ્વારા બંધારણીય બૌદ્ધ દિક્ષા આપવામાં આવેલ જેમાં પંચાંગ પ્રણામ, ત્રીશરણ, પંચશીલ તેમજ વર્ષ ૧૯૫૬ના બાબા સાહબ દ્વારા લેવામાં આવેલ ૨૨ પ્રતિજ્ઞાનું વાંચન/પાલન અને સર્ટિ વિતરણ કરવામાં આવેલ જેમાં ગુજરાત સરકારના ઠરાવ ૧૯૯૧ના- ધર્માન્તરણની સમજૂતી તેમજ ગૃહ વિભાગ ગુજરાત સરકાર સચિવાલય ગાંધીનગરના વર્ષ-૨૦૦૩ અને વર્ષ-૨૦૦૮ના ધર્મ સ્વતંત્રતાના પરિપત્રની પૂર્ણ સમજૂતી આપવામાં આવેલ, ત્યારબાદ આવેલ તમામ મહેમાનોને અલ્પાહાર આપી પુર્ણન્યુમોદનની વિધિ પૂર્ણ કરી બપોર સુધી કાર્યક્રમને પૂર્ણ જાહેર કરવામાં આવેલ. આ સમગ્ર સમારોહમાં લાકડિયા પોલીસ સ્ટેસનના પી.આઈ. વસાવા સાહેબ દ્વારા સંપૂર્ણ સુરક્ષા આપવામાં આવેલ જેમનો પણ મચ્છોયા પરિવારના સભ્યો દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવેલ.
મચ્છોયા પરિવારના સભ્યોનું બૌદ્ધ ધમ્મ અંગીકારનું મુખ્ય કારણ અનાત્મવાદ, અનીશ્વરવાદ તેમજ પ્રકૃતિ અને વૈજ્ઞાનિક ધર્મમાં વિશ્વાસ રાખનાર છે તેમજ સમતા મુલક સમાજની રચના માટે અને એક વૈજ્ઞાનિક દષ્ટિકોણને લઈને આ અંગીકાર કરેલ છે જેમાં અન્ય કોઈ લોભ-લાલચ-કેભય કે દબાવ થકી આ કાર્ય કરેલ નથી જેની જાહેર જાણકારી આ પત્રથી આપીએ છીએ.
આભાર
સ્થળ:લાકડિયા કેશવભાઈ મચ્છોયા
તારીખ: ૦૫-૦૧-૨૦૨૩ મચ્છોયા પરિવાર
બિડાણ:- ફોટો અહેવાલ સાથે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.