જૂનાગઢ જિલ્લાના મતદારો નાગરિકોની ફરિયાદ-રજૂઆત માટે હેલ્પલાઈન નંબર જાહેર કરાયા - At This Time

જૂનાગઢ જિલ્લાના મતદારો નાગરિકોની ફરિયાદ-રજૂઆત માટે હેલ્પલાઈન નંબર જાહેર કરાયા


જૂનાગઢ તા.૨૯ ડિસેમ્બર જૂનાગઢ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠક માટે તા.1 ડિસેમ્બરના રોજ મતદાન થવાનું છે, ત્યારે મતદારો-જાહેર જનતાની ફરિયાદોના નિવારણ માટે જિલ્લા સ્તરે અને જિલ્લાની પાંચે ય વિધાનસભા બેઠક વાર કંટ્રોલ રૂમ કાર્યરત રહેશે.
મતદાનના દિવસે ફરિયાદ માટે જિલ્લા સ્તરે ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર1800 233 9147 પર રજૂઆત કરી શકાશે. ઉપરાંત વિધાનસભા બેઠક વારમાં 86-જૂનાગઢના 02852 960681, 88-કેશોદના 02871 236043, 85 માણાવદરના 02874 221440, 87-વિસાવદર ના 02873 221031,અને 89 માંગરોળના 02878 222009 ટેલીફોન નંબર પર મતદાન સંબંધી મદદ રજૂઆત માટે સંપર્ક કરી શકાશે. તેમ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી રચિત રાજની યાદીમાં જણાવાયું છે.

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.