કાલોલ ૧૨૭ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ ઢોલ નગારાં વગાડી ઉમેદવારી નોંધાવી, - At This Time

કાલોલ ૧૨૭ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ ઢોલ નગારાં વગાડી ઉમેદવારી નોંધાવી,


પંચમહાલ જિલ્લાના કાલોલ મામલતદાર કચેરી ખાતે કાલોલ વિધાનસભા મત વિસ્તારના ચૂંટણી અધિકારી સમક્ષ ભાજપના ઉમેદવાર ફતેસિંહ ચૌહાણ દ્વારા હાઇવે રોડ ઉપર આવેલ આર્મી ગ્રાઉન્ડ ખાતે કાર્યકરોને એકત્રિત કરી રેલી સ્વરૂપે ઢોલ નગારા અને ડી જે સાથે મામલતદાર કચેરી ખાતે ફોર્મ ભરવા માટે આવી પહોંચ્યા હતા. ભાજપના ઉમેદવાર સાથે કાલોલ વિધાનસભાના પ્રભારી તેમજ જિલ્લા ભાજપના પ્રમુખ, તાલુકા ભાજપ પ્રમુખ શહેર ભાજપ પ્રમુખ અને ઘોઘંબા તાલુકાના હોદ્દેદારો અને કાલોલ વિધાનસભા ભાજપ નાં દાવેદારો ઉમટી પડ્યા હતા . ઉલ્લેખનીય છે કે ભાજપ દ્વારા ટિકિટ ન મળતા પ્રભાતસિંહ ચૌહાણ દ્વારા પક્ષ પલટો કરી કોંગ્રેસમાં જોડાયા અને ત્યારબાદ કાલોલ વિધાનસભામાં ઉમેદવાર તરીકે ચૂંટણી લડનાર છે ત્યારે ફતેસિંહ ચૌહાણ ની સાથે પ્રભાતસિંહ નાં પુત્રવધુ અને કાલોલ ના ધારાસભ્ય સુમનબેન ચૌહાણ તેમજ તેમના પત્ની અને ઘોઘંબા તાલુકા પંચાયતના પ્રમુખ રંગેશ્વરી બેન રાઠવા ની હાજરી વિશેષ આકર્ષણનું કેન્દ્ર રહી હતી. ચૂંટણી અધિકારી સમક્ષ ઉમેદવારી પત્ર ભર્યા બાદ તુરતજ પ્રભાતસિંહ ચૌહાણ પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તેમજ આગેવાનો સાથે મોટી રેલી સાથે મામલતદાર કચેરી ખાતે ઉમેદવારી પત્ર ભરવા માટે આવી પહોંચ્યા જોકે કોંગ્રેસ દ્વારા કાલોલ બેઠક માટે નાં ઉમેદવાર ની કોઈ સતાવાર જાહેરાત કરાઈ નથી પણ કોંગ્રેસ નાં કાર્યકરો દ્વારા પ્રભાતસિંહ ની ટીકીટ ફાઈનલ હોવાનુ જણાવેલ.બંને પાર્ટીઓના સમર્થકો વચ્ચે સૂત્રોચાર પણ થયો હતો ચૂંટણી અધિકારી સમક્ષ કાલોલ બેઠકના ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ પરસ્પર એકબીજાને મળીને હાથ મિલાવ્યા હતા મીડિયા સાથેની વાતચીત દરમિયાન પ્રભાસિંહ ચૌહાણ એ કાલોલ બેઠક પર જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે બીજી તરફ પ્રભાતસિંહના પત્ની તેમજ પુત્રવધુએ મીડીયા સાથે ની વાતચીત દરમિયાન કોંગ્રેસ માં જોડાવવાનો નિર્ણય પ્રભાતસિંહ નો અંગત નિર્ણય છે પોતે ભાજપ તરફ રહેવાના છે ભાજપ નાં કાર્યકર છે અને આ બેઠક ભાજપને જીતાડવા માટે મહેનત કરવાના છે તેવી વાત કરી છે. પ્રભાતસિંહ ચૌહાણ કોંગ્રેસમાં જોડાતા કાલોલ બેઠક પર ભાજપના જીતના સમીકરણો પલટાયા હોય તેવું જાણકારો જણાવી રહ્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.