સીરીયલ ઘરફોડ ચોરીઓના ગુન્હાઓ આચરતો તડીપાર થયેલ આરોપીને રૂા.૧,૩૬,૪૦૦/- ના ચોરીના મુદામાલ સાથે પકડી પાડતી વેરાવળ સીટી પોલીસ* 🛑
🛑 *સીરીયલ ઘરફોડ ચોરીઓના ગુન્હાઓ આચરતો તડીપાર થયેલ આરોપીને રૂા.૧,૩૬,૪૦૦/- ના ચોરીના મુદામાલ સાથે પકડી પાડતી વેરાવળ સીટી પોલીસ* 🛑
💫ઘરફોડ ચોરીના બનાવોની ગંભીરતાને ધ્યાને લઇ ઘરફોડ ચોરીના ગુન્હાઓ આચરતા ઇસમોને પકડી પાડવા *જુનાગઢ રેન્જ આઇ.જી.પી.શ્રી મયંકસિંહ ચાવડા સાહેબ તથા ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી મનોહરસિંહ જાડેજા સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી વી.આર.ખેંગાર સાહેબ* નાઓએ જીલ્લામાં બનતા ઘરફોડ/ચોરી/લુંટના ગુન્હાઓ શોધી કાઢવા તેમજ આવા ગુન્હાઓ બનતા અટકાવવા તેમજ ચોરી કરતા આરોપીઓને પકડી પાડવા જરૂરી સુચના આપેલ હોય જે અનુસંધાને *વેરાવળ સીટી પો.સ્ટે.ના પોલીસ ઇન્સ્પેકટર શ્રી એસ.એમ.ઇશરાણી* નાઓની સુચના તેમજ માર્ગદર્શન હેઠળ ગઇ રાત્રીના *સર્વેલન્સ સ્ટાફના PSI શ્રી એ.સી.સિંધવ તથા પો. હેડ કોન્સ. ચિંતનસિહ જગદિશભાઇ તથા પો. કોન્સ. પ્રવિણભાઇ હમીરભાઇ તથા રાજુભાઇ કાળુભાઇ તથા આ.સો.ડ્રા.પ્રદિપસિંહ રાઠોડ* એ રીતેના પો.સ્ટાફ ઘરફોડ ચોરીના બનતા બનાવો બાબતે વોચ/તપાસ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન *PSI શ્રી એ.સી.સિંધવ* નાઓને મળેલ ખાનગી રાહે બાતમી હકીકત આધારે *કિં.રૂા.૧,૩૬,૪૦૦/- ના શંકાસ્પદ ચોરી કરેલ મુદામાલ સાથે આરોપીને પકડી પાડી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.*
💫 *પકડાયેલ આરોપી-* રૂત્વિક ઉર્ફે રૂતીક ગડુભાઇ મકવાણા જાતે. દેવીપુજક, ઉ.વ.૨૧, ધંધો. ભંગારની ફેરી તથા મજુરી, હાલ રહે.ગોંડલ, મુળ રહે. વેરાવળ, નવી સરકારી હોસ્પીટલ પાસે, રીંગ રોડની સાઇડમાં, ઝુંપડામાં, તા.વેરાવળ, જી. ગીર સોમનાથ.
💫 *કબ્જે કરેલ મુદામાલ-*
(૧) કોપર વાયરના બાચકા નંગ-૯ વજન આશરે કિલો-૨૧૦/- કિં.રૂા.૧,૦૫,૦૦૦/-
(૨) લાલ/લીલા/પીળા કલરના પ્લાસ્ટીકના કવર ચડાવેલ કોપરના વાયરના બાચકા નંગ-૨ વજન આશરે કિલો- ૩૨/- કિં.રૂા.૧૬,૦૦૦/-
(૩) સાયકલ નંગ-૧ કિં.રૂા.૧૦૦૦/-
(૪) વાલ્વ નંગ-૪ કિં.રૂા.૨૦૦૦/-
(૫) નળ નંગ-૪ કિં.રૂા.૪૦૦/-
(૬) હેન્ડલ નંગ-૨૪ કિં.રૂા.૧૨,૦૦૦/-
*કુલ મુદામાલ કિં.રૂા.* *૧,૩૬,૪૦૦* */-* નો ચોરી કરેલ મુદામાલ કબ્જે કરવામાં આવેલ છે
💫 *કબુલાત-* મજકુર આરોપીએ ઉપરોકત કબ્જે કરેલ તમામ મુદામાલ વેરાવળ શહેરમાં નવા બનતા કુલ-૧૨ મકાનો તથા એપાર્ટમેન્ટો તથા હુડકો સોસાયટીમાં નવા બનતા સરકારી કોલેજના બિલ્ડીંગમાંથી રાત્રીના સમયે ચોરી કરેલની કબુલાત આપેલ છે.
💫 *આરોપીની એમ.ઓ.-* આ કામના આરોપી મોડી રાત્રીના શહેર વિસ્તારમાં નવા બનતા મકાનો તથા એપાર્ટમેન્ટોમાં રેકી કરી મકાનો તથા એપાર્ટમેન્ટોમાં પાછળની તરફથી પાઇપ ઉપરથી ચડી મકાની બારી અથવા બાથરૂમની બારીમાંથી મકાનમાં પ્રવેશ કરી મકાનો તથા એપાર્ટમેન્ટોમાં નવા ઇલેકટ્રીક વાયરના પીંડલા તથા ફીટીંગ કરેલ ઇલેકટ્રીક વાયરને કટર વડે કટીંગ કરી તથા ફીટીંગ કરેલ પાણીના નળ તથા વાલ્વ તથા દરવાજાના લોકને તોડી ચોરી કરે છે. અને ચોરી કરેલ મુદામાલનો વજન વધારે હોય તો નજીકમાંથી સાયકલ ચોરી કરી અને ચોરી કરેલ વાયરને અવાવરૂ જગ્યાએ લઇ જઇ સળગાવી ઇન્સ્યુલેશન કાઢી કોપરને ચોરી કરવાની એમ.ઓ ધરાવે છે.
💫 *આરોપીનો ગુન્હાઇત ઇતીહાસઃ-*
(૧)વેરાવળ સીટી પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૮૬૦૦૯૨૦૦૬૦૩/૨૦ આઇપીસી ક.-૩૮૦, ૪૩૬, ૪૫૪, ૪૫૭, ૪૧૧, ૧૧૪ મુજબ
(૨)વેરાવળ સીટી પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૮૬૦૦૯૨૦૦૯૨૦/૨૦ આઇપીસી ક.-૩૮૦, ૪૫૪, ૪૫૭ મુજબ
(૩)વેરાવળ સીટી પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૮૬૦૦૯૨૦૧૦૫૯/૨૦ આઇપીસી ક.-૩૮૦, ૪૫૪, ૪૫૭ મુજબ
(૪) વેરાવળ સીટી પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૮૬૦૦૯૨૧૦૦૦૨/૨૧ આઇપીસી ક.-૩૭૯ મુજબ
💫તેમજ સદરહું મજકુર આરોપી અગાઉ વેરાવળ સીટી પો.સ્ટે. હદપારી કેસ નં.૦૧/૨૧ તા.૨૧/૨/૨૧ થી અમરેલી, જુનાગઢ તથા પોરબંદર જીલ્લાની હદ બહાર છ માસ માટે તડીપાર થયેલ છે.
💫 *કામગીરી કરનાર ટીમ-* વેરાવળ સીટી પો.સ્ટે.ના પો. ઇન્સ. શ્રી એસ.એમ.ઇશરાણી ના માર્ગદર્શન હેઠળ વેરાવળ સીટી પો.સ્ટે.ના સર્વેલન્સ PSI શ્રી એ.સી.સિંધવ તથા HC ચિંતનભાઇ જગદિશભાઇ તથા PC પ્રવિણભાઇ હમીરભાઇ તથા રાજુભાઇ કાળુભાઇ તથા આ.સો.ડ્રા. પ્રદિપસિંહરાઠોડ નાઓ આ કામગીરીમાં જોડાયેલ હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.