માળીયા હાટીના માં રામેશ્વર તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘના પ્રમુખ તરીકે બિન હરીફ વર્ણી - At This Time

માળીયા હાટીના માં રામેશ્વર તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘના પ્રમુખ તરીકે બિન હરીફ વર્ણી


તાજેતરમાં માળીયા હાટીનામાં રામેશ્વર તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની ચૂંટણી માં કુલ 11 ઉમેદવારો બિન હરીફ થયા હતા ત્યારે માળીયા હાટીના ચુંટણી અધિકારી મામલતદાર સવસાણી તેમજ નાયબ મામલતદાર ભલગરીયા ઉપસ્થિતિ માં રામેશ્વર તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘના પ્રમુખની ચૂંટણી માં જૂનાગઢ જીલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘના પ્રમુખ લક્ષ્મણ ભાઈ યાદવના નાના ભાઈ અને માળીયા હાટીના તાલુકા પંચાયત ઉપ પ્રમુખ કાનજી ભાઈ યાદવની રામેશ્વર તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘના પ્રમુખ તરીકે બિન ફરીફ વર્ણી થતા માળીયા હાટીનાના લોક સેવક જીવાભાઈ સીસોદીયા,લક્ષ્મણભાઈ જે.યાદવ, નારણભાઇ ભેટારીયા, પ્રતાપ સીસોદીયા, ભાવિન ઠકરાર સહિત સામાજીક સંસ્થાના તેમજ સહકારી ક્ષેત્રના અને રાજકીય આગેવાનો તથા કાર્યોકરો, સગા સબંધી, મિત્ર મંડળ દ્વારા હાર્દીક શુભકામનાઓ પાઠવવામાં આવી

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.