ઉનાળામાં હીટ સ્ટ્રોકથી બચવા સાવધાની અને ઉપચાર બંને અત્યંત જરૂરી: હીટસ્ટ્રોકથી બચવા માટે છાશ, તાજાફળો, ગોળનું પાણી ફાયદાકારક - At This Time

ઉનાળામાં હીટ સ્ટ્રોકથી બચવા સાવધાની અને ઉપચાર બંને અત્યંત જરૂરી: હીટસ્ટ્રોકથી બચવા માટે છાશ, તાજાફળો, ગોળનું પાણી ફાયદાકારક


ઉનાળામાં હીટ સ્ટ્રોકથી બચવા સાવધાની અને ઉપચાર બંને અત્યંત જરૂરી: હીટસ્ટ્રોકથી બચવા માટે છાશ, તાજાફળો, ગોળનું પાણી ફાયદાકારક

ઉનાળાની ઋતુમાં લૂ થી કેવી રીતે બચવું?: નાના બાળકો, સગર્ભાઓ અને વૃદ્ધોએ તડકામાં બહાર ન જવું જોઈએ માથાનો દુ:ખાવો, બેચેની, ચક્કર, ઉબકાં કે તાવ આવે તો તરત જ ડોક્ટરની સલાહ લેવી આવશ્યક સ્વાસ્થ્યનું યોગ્ય ધ્યાન રાખવું ખુબ જ મહત્વનું છે. ઉનાળામાં અસહ્ય ગરમીને કારણે આરોગ્ય પર થતી વિપરીત અસરોથી બચવા વિશેષ કાળજી લેવી જોઈએ. તો ચાલો જાણીએ ઉનાળાની ઋતુમાં લૂ થી કેવી રીતે બચી શકાય?હંમેશા પાણી સાથે રાખવું જોઈએ. સમયાંતરે માથા પર પાણી રેડવું જોઈએ, લીંબુ શરબત કે ઓઆરએસનું પાણી પીવું જોઈએ. ઉનાળામાં આમ પન્ના એટલે કે કેરીના બાફલાનું સેવન કરવાથી સ્વાસ્થ્યને બમણો ફાયદો થાય છે. પાણીમાં લીંબુ અને મીઠું નાખીને દિવસમાં 2-3 વખત પીવો. તેનાથી હીટસ્ટ્રોકનું જોખમ ઘટે છે. હીટસ્ટ્રોકથી બચવા માટે છાશ, તાજાફળો, ગોળનું પાણી પણ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તે તમારા શરીરમાં પાણીની ઉણપને પૂર્ણ કરે છે બહારથી આવીને તરત જ પાણી પીવાનું ટાળવું જોઈએ, શરીરનું તાપમાન સામાન્ય થાય પછી જ પાણી પીવું. ઉનાળામાં ગરમીથી બચવા માટે હંમેશા ઢીલા અને સુતરાઉ કપડા પહેરવા જોઈએ તેમજ ઘરની બહાર જાવ ત્યારે છત્રી, પાણીની બોટલ અને કેટલાક ખાદ્યપદાર્થો સાથે રાખવા. ઉનાળામાં બજારમાં મળતો ખુલ્લો વાસી ખોરાક ખાવાનું ટાળવું જોઈએ, બરફ ખાવાનું ટાળો તેમજ લગ્નપ્રસંગે દૂધ અને માવાની વસ્તુઓ ખાવાથી દૂર રહેવું જોઈએ. ખાસ કરી નાના બાળકો, સગર્ભાઓ અને વૃદ્ધોએ બપોરના સમયે તડકામાં બહાર ન જવું જોઈએ માથાનો દુ:ખાવો, બેચેની, ચક્કર, ઉબકા કે તાવ આવે તો તરત જ નજીકના દવાખાના કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટરની સલાહ અને સારવાર અવશ્ય લેવી જોઈએ. આમ, ઉનાળામાં હીટ સ્ટ્રોકથી બચવા સાવધાની અને ઉપચાર બંને અત્યંત જરૂરી છે

રિપોર્ટ, નિકુંજ ચૌહાણ બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.