બાલાસિનોર રૈયોલીડાયનાસોર મ્યુઝિયમમાં આવતા પર્યટકોને હાલાકી - At This Time

બાલાસિનોર રૈયોલીડાયનાસોર મ્યુઝિયમમાં આવતા પર્યટકોને હાલાકી


મ્યુઝિયમ ફેઝ 1માં આવેલી થિયેટર રૂમમાં પાણી ભરાયા

ફેઝ2માંપાણીપડતાપર્યટકોનેઅનેક ગેલેરી જોયાવગરપરત ફરવાની ફરજ

બાલાસિનોર તાલુકામાં આવેલ રૈયોલી ખાતે વિશ્વના ત્રીજા નંબરના અને ભારતના પ્રથમ નંબરનું ડાયનોસોર ફોસિલ પા આવેલું છે. જેમાં મળેલ અવશેષ જોવા અને ડાયનાસોર વિશે વિસ્તૃત માહિતી મેળવવા માટે ડાયનાસોર મ્યુઝિયમ કરોડો રૂપિયાના ખર્ચે રૈયોલી ખાતે બનાવવા આવ્યું છે. જેમાં હાલ વરસાદ પડતાં હલકી ગુણવત્તા દ્વારા કરેલ કામોની પોલ ખુલી રહી છે.

મળતી વિગતો અનુસાર બાલાસિનોર તાલુકાના રૈયોલ
ખાતે ડાયનાસોર પ્રજાતિ વિશે વિસ્તૃત માહિતી મેળવવા કરો રૂપિયાના ખર્ચે ફેઝ 1 અને ફેઝ મ્યુઝિયમ બનાવવામાં આવ્યુ છે. જેમાં હાઈ ટેકનિકનો ઉપયોગ કરી ડાયનાસોર વિશે માહિતી મેળવવ માટેના સાધનોનો વસાવવામાં આવ્યા છે. જ્યાં વિશ્વ અને દેશ સહિત રાજ્યના પર્યટકો આવ માહિતી મેળવી રહ્યા છે ત્યારે હાલ
ચોમાસાની શરૂઆત થતા જ 2 વર્ષ અગાઉ બનેલ ફેઝ 2 મ્યુઝિયમમાં આવેલ તમામ ગેલેરીઓમાં વરસાદ પાણી પડતા હલકી ગુણવત્તા વાપરી કરેલ કામોની પોલ ખુલી છે. જ્યારે ફેઝ 1 માં આવેલ 3ડી થિએટરમાં પાણી વધુ પડતા બંધ કરવાની ફરજ પડી છે. ત્યારે આ તમામ સમસ્યાનો ક્યારે ઉકેલ આવે તે જોવું રહ્યું.
9825094436


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.