લીંબડી હાઇવે પર કટારીયા ગામના બોર્ડ નજીક પૂરઝડપે જતી કારનું ટાયર ફાટતાં કાર ગલોટિયાં ખાઈ જતાં 5ને ઈજા
સુરેન્દ્રનગર જિલ્લાના નેશનલ હાઈવે ઉપર દિન પ્રતિદિન અકસ્માતોની ઘટનાઓ વધી રહી છે અને વાહનોના ચાલકો પોતાના વાહનોની સ્પીડમાં બેફામ રીતે ચલાવી અને અકસ્માતો સર્જાતા હોય છે ત્યારે હાલમાં ઉનાળો અને આકરા તાપમાનમાં આવા વાહનો હાઇવે ઉપર પસાર થતા હોય છે અને હાઇવે ઉપર પણ ગરમીના કારણે રોડ રસ્તા ઉપર પણ ગરમી જોવા મળતી હોય છે ત્યારે વાહનોના ટાયર પણ ગરમ થઇ જતા હોય છે ત્યારે આવી જ રીતે કારનું ટાયર ફાટતા પાંચ વ્યક્તિઓને ઈજા થવા પામી હત સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી હાઈવે પર કટારિયા ગામના બોર્ડ નજીક પૂરઝડપે જતી કારનું ટાયર ફાટતા કાર પલ્ટી ખાઈ ગઈ હતી કાર પલટી ખાઈ જતાં રાહદારીઓ અને વાહનચાલકો દોડી આવ્યા હતા કારમાં ફસાયેલા બળોલ ગામના કિરીટભાઈ ચંદુભાઈ પરમાર, ભરતભાઈ પરમાર, મોરબીના સાહિલભાઈ મુકેશભાઈ, પુષ્પરાજભાઈ કિરીટભાઈ ટાપરિયા અને જયદીપભાઈ દિનેશભાઈ ટાપરિયાને બહાર કાઢી સારવાર અર્થે લીંબડીની સરકારી હોસ્પિટલે લઇ જવામાં આવ્યા હતા જ્યાં પ્રાથમિક સારવાર આપી ઘાયલોને વધુ સારવાર માટે સુરેન્દ્રનગર હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.