સ્પેશ્યલ પીએમએલએ કોર્ટનો હુકમ: ભ્રષ્ટાચાર કેસમાં કે.રાજેશને વધુ બે દિવસના રિમાન્ડ અપાયા - At This Time

સ્પેશ્યલ પીએમએલએ કોર્ટનો હુકમ: ભ્રષ્ટાચાર કેસમાં કે.રાજેશને વધુ બે દિવસના રિમાન્ડ અપાયા


અમદાવાદ,તા.11 ઓગષ્ટ 2022,ગુરૂવારસુરેન્દ્રનગર જિલ્લાના કલેકટર તરીકેના કાર્યકાળ દરમ્યાન હથિયારોના ગેરકાયદે રીતે લાયસન્સ ઇશ્યુ કરી લાખો રુપિયાનો ભ્રષ્ટાચાર આચરવાના પ્રકરણમાં સીબીઆઇ દ્વારા ધરપકડ કરાયેલ રાજય સરકારના સામાન્ય વહીવટી વિભાગના જોઇન્ટ સેક્રેટરી કે.રાજેશના ચાર દિવસના રિમાન્ડ પૂરા થતાં આજે તેમને અમદાવાદ મીરઝાપુર સ્થિત સ્પેશ્યલ પીએમએલએ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં કોર્ટે આરોપી કે.રાજેશના તા.૧૨મી ઓગસ્ટ સુધી વધુ બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. સુરતની દુકાનો અને ડોનેશનના પૈસા ઉપાડવા સહિતના કારણોની તપાસ કરવાની છે : ઇડીઇડીના અધિકારીઓએ આજે કે.રાજેશના વધુ ચાર દિવસના રિમાન્ડની માંગણી કરતાં જણાવ્યું હતું કે, આરોપીએ સુરતમાં રૂ.૧.૮૦ કરોડની દુકાન ખરીદી હતી, તે મામલે તપાસ કરવાની છે. સુરેન્દ્રનગર કલેકટરના ઓફિશીયલ એકાઉન્ટમાં ડોનેશનના નામે પૈસા જમા લઇ ઉપાડયા હતા તે પ્રકરણમાં પણ આરોપીની વધુ પૂછપરછ કરી તપાસ હાથ ધરવાની છે. દરમ્યાન કે.રાજેશ તરફથી કે.રાજેશના એડવોકેટ તરફથી ઇડીની રિમાન્ડ અરજીનો વિરોધ કરતાં જણાવ્યું કે, ઇડી પાસે રિમાન્ડ કોઇ નક્કર કારણો જ નથી. ઓલરેડી આ કેસમાં સીબીઆઇની તપાસમાં બધી વિગતો સામે આવી ચૂકી છે અને કેસમાં ચાર્જશીટ પણ થઇ ગયુ છે. તેમના અસીલે સીબીઆઇ હોય કે ઇડીને તમામ તબક્કે તપાસમાં પૂરતો સાથ-સહકાર આપ્યો છે અને હવે વધુ રિમાન્ડની કોઇ જરૂરિયાત જણાતી નથી. સ્પેશ્યલ પીએમએલએ કોર્ટે પણ કે.રાજેશ દ્વારા તપાસમાં સાથ સહકાર અપાતો હોવાની વાતની નોંધ લીધી હતી. જો કે, કોર્ટે તપાસના કામે રાજેશના વધુ બ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.