વિવિધ સરકારી કર્મચારી સોસાયટીના સાર્વજનિક પ્લોટ પર કબ્જો જમાવી લેનાર બે શખ્સોની શોધખોળ
નાનામવા મેઇન રોડ પર આવેલી વિવિધ સરકારી કર્મચારી કો.ઓ. સોસાયટીનાં રૂ.28 લાખની કિંમતના 1202 ચો.મી.ના કોમન પ્લોટ પર બે શખ્સોએ કબ્જો કરી પચાવી પાડયાની માલવીયાનગર પોલીસ મથકમાં લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ ફરિયાદ નોંધાઇ છે.
આ મામલે સોસાયટીના પ્રમુખ જેઠાલાલ કિશનચંદ કિંગર (ઉ.વ. 68),(રહે. વિવિધ કર્મચારી સોસાયટી પ્લોટ નં. 61)ની ફરિયાદ પરથી તેજા અરજણ ગોહેલ અને દિપક નટુ પરમાર (રહે. બંને ડો. બાબા સાહેબ આંબેડકર કો.ઓ.હા.લી.એસ્ટ્રોન સોસાયટી પાસે) સામે માલવીયાનગર પોલીસે લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.
સોસાયટીના પ્રમુખ જેઠાલાલએ પોલીસને જણાવ્યું કે, પોતે ઝેરોક્ષ મશીન રીપેરીંગનું કામકાજ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમજ પોતે એકાદ વર્ષથી સોસાયટીના પ્રમુખ તરીકે કાર્યરત છે. સરકારના મહેસૂલ વિભાગના હુકમથી સોસાયટીના 120 સભ્યોને એક સભ્યદીઠ 115 ચો.મી. જમીન પ્રમાણે હાલ 12 હજાર ચો.મી. જમીન ફાળવાઇ હતી. જેની બજાર કિંમત પ્રતિ ચો.મી.ના 1000 ની બજાર કિંમતથી રાજકોટ શહેર સર્વે નંબર 438ના અંતિમ ખંડ નંબર 285/2 અને 285/3 તેમજ 287/1 ની જમીનમાંથી ફાળવણી કરવામાં આવી હતી.
જેમાં જેઠાલાલ સહિતના લોકોને મકાનના બાંધકામ માટે લે-આઉટ પ્લાન મનપાના નાયબ ટાઉન પ્લાન અધિકારી દ્વારા 2007માં મંજૂર કરાયો હતો. સોસાયટીના રૂ.28 લાખની કિંમત ગણાય તે 1202 ચો.મી.નો કોમન પ્લોટ મંજુર કરાયો હતો. પરંતુ 2011થી બંને આરોપીઓએ કબ્જો કરી કોમન પ્લોટ પચાવી પાડ્યો હતો. આ મામલે સૌ પ્રથમ કલેકટરમાં લેન્ડગ્રેબિંગ અંગે અરજી આપવામાં આવી હતી બાદમાં કલેકટરની લેન્ડ ગ્રેબિંગ કમિટીએ તપાસ કર્યા બાદ પોલીસને આ મામલે ગુન્હો નોંધવા સૂચના આપતા અંતે લેન્ડ ગ્રેબિંગનો ગુન્હો માલવીયા પોલીસમાં નોંધાયો હતો.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.