ઈડર શહેરમાં રાંધણ ગેસના ૫૯ સિલિન્ડર જપ્ત કરાયા
ઈડર શહેરમાં રાંધણ ગેસના ૫૯ સિલિન્ડર જપ્ત કરાયા
જિલ્લા પુરવઠા અધિકારીએ ગુરૂવારે શંકાસ્પદ સરકારી અનાજ પકડયા બાદ ગેસ સિલિન્ડર બાબતે પણ તપાસ હાથ ધરી હતી. ઈડરના કોઠારી કુવા પાસે આવેલા નિઓન કંપનીના સિલેન્ડરનું વેંચાણ કરતી એજન્સીમાં તપાસ દરમિયાન કેટલીક ગેરરીતિ જણાતાં ૫૯ સિલિન્ડર સીઝ કરવામાં આવ્યા હતા. પુરવઠા વિભાગની તપાસમાં જણાઈ આવ્યું હતું કે એજન્સીના સંચાલક નિઓન ઉપરાંત અન્ય કંપનીના સિલિન્ડરનું વેચાણ કરતા હતા
નિઓન સિવાયના ગેસ સિલિન્ડરનું વેચાણ ગેરકાયદેસર હોવાનું માની તંત્રએ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. જો કે ઝડપાયેલા તમામ સિલિન્ડર કોમર્શિયલ હોવાનું પણ તપાસમાં સામે આવ્યું હતું
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.