સોનાક્ષી સિંહા-ઝહીર ઇકબાલે કર્યા રજિસ્ટર્ડ મેરેજ:કોર્ટ મેરેજ અને રજિસ્ટર્ડ મેરેજમાં શું છે તફાવત? 6 દસ્તાવેજ હોય ત્યારે જ લગ્ન માન્ય ગણાય છે - At This Time

સોનાક્ષી સિંહા-ઝહીર ઇકબાલે કર્યા રજિસ્ટર્ડ મેરેજ:કોર્ટ મેરેજ અને રજિસ્ટર્ડ મેરેજમાં શું છે તફાવત? 6 દસ્તાવેજ હોય ત્યારે જ લગ્ન માન્ય ગણાય છે


શત્રુઘ્ન સિંહાની દીકરી સોનાક્ષી સિંહાએ 23 જૂનના રોજ ઝહીર ઈકબાલ સાથે લગ્ન કર્યાં હતાં, બંનેએ સોનાક્ષીના બાંદ્રા સ્થિત એપાર્ટમેન્ટમાં રજિસ્ટર્ડ મેરેજ કર્યા હતા.લીગલ ડોક્યુમેન્ટ પર સાઈન કરીને સત્તાવાર રીતે પતિ-પત્ની બની ગયાં. બંનેએ સિવિલ મેરેજને લગતી તમામ કાનૂની ઔપચારિકતાઓ પૂર્ણ કરી છે. સોનાક્ષી અને ઝહીર બંને અલગ-અલગ ધર્મના છે, તેથી તેમના લગ્ન સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ થયા હતા. સોનાક્ષીના લગ્નમાં બંને પક્ષના મિત્રો અને સંબંધીઓએ હાજરી આપી હતી. આજના સમયમાં લગ્ન રજિસ્ટર્ડ અને કોર્ટ મેરેજ કરવાનો ટ્રેન્ડ છે. આખરે આ કેમ આટલું મહત્ત્વનું બની ગયું છે? આ બંને પ્રકારનાં લગ્ન વચ્ચે શું તફાવત છે? આ માટે કયા દસ્તાવેજોની જરૂર છે,અને સ્પેશિયલ મેરેજ એક્ટ શું છે, જેના હેઠળ બે પુખ્ત વયના લોકો ધર્મ બદલ્યા વિના લગ્ન કરી શકે છે. એક્સપર્ટ:- એડવોકેટ નિયતિ ચૌહાણ હાઇકોર્ટ ઓફ ગુજરાત, અમદાવાદ સ્પેશિયલ મેરેજ એક્ટ શું છે?
1954માં ભારત સરકારે સ્પેશિયલ મેરેજ એક્ટ ઘડ્યો. આ કાયદા હેઠળ લગ્નને સિવિલ મેરેજ અથવા રજિસ્ટર્ડ મેરેજ તરીકે ઓળખવામાં આવે છે અને તેનો હેતુ ધર્મનિરપેક્ષ લગ્ન થાય તે હતો. આ કાયદા હેઠળ લગ્નની વિધિ કોઇ પક્ષના ધર્મ પર આધારિત હોતી નથી. આ કાયદા હેઠળ ધર્મનિરપેક્ષ, કાયદાકીય, આખા ભારત દેશમાં એક્સરખું અને જાતિ, ધર્મ અથવા જ્ઞાતિના ભેદભાવ વિના થઇ શકે છે. લગ્ન માટે નોંધણી સ્પેશિયલ મેરેજ એક્ટ, 1954 હેઠળ કરવામાં આવે છે. જો કોઈ બે ધર્મ અથવા જાતિના લોકો સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ લગ્ન કરવા માગે છે, તો લગ્ન માટે અરજી કરવાની તારીખ સુધીમાં તેઓ પુખ્ત હોવા જોઈએ. છોકરાની ઉંમર 21 વર્ષથી ઓછી અને છોકરીની ઉંમર 18 વર્ષથી ઓછી ન હોવી જોઈએ. આ સિવાય બંનેએ પહેલાથી લગ્ન કર્યા ન હોવા જોઈએ. તેમજ જો બંને માનસિક રીતે સ્વસ્થ હોય તો જ તેમના લગ્ન સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ થઈ શકે છે. જો આમાંની કોઈપણ શરતો પૂરી ન થાય તો, લગ્નની અરજી નામંજૂર કરવામાં આવે છે. જે દંપતિ તમામ પાત્રતા માપદંડોને પૂર્ણ કરે છે તેઓ તેમના વિસ્તારના રજિસ્ટ્રાર સમક્ષ હાજર થઈ શકે છે અને લગ્ન માટે અરજી સબમિટ કરી શકે છે રજિસ્ટર્ડ મેરેજ અને કોર્ટ મેરેજ વચ્ચે શું તફાવત છે?
ભારતમાં કોર્ટ મેરેજ અને રજિસ્ટર્ડ મેરેજ સામાન્ય લગ્નો કરતાં ઘણા અલગ છે, જેમાં તમામ ધર્મ અને જાતિનાં છોકરા-છોકરીઓ માટે નિયમો સમાન છે. સ્પેશિયલ મેરેજ એક્ટ 1954 હેઠળ બે અલગ-અલગ ધર્મ, સમુદાય અને અલગ-અલગ દેશોના લોકો પણ લગ્ન કરી શકે છે. લગ્નના પ્રમાણપત્રનાં ફોર્મ સાથે કયા દસ્તાવેજોની જરૂર છે? પતિ-પત્નીએ આ તમામ દસ્તાવેજો સાથે રજિસ્ટ્રાર સમક્ષ જવું પડશે. આ પછી રજિસ્ટ્રાર આગળની પ્રક્રિયા શરૂ કરે છે. લગ્નનું પ્રમાણપત્ર ક્યાં ઉપયોગી છે લગ્ન નોંધણીની ફી કેટલી છે?
નોંધણી માટે દરેક રાજ્યમાં અલગ-અલગ ફી જમા કરાવવાની હોય છે, જે તદ્દન નોમિનલ હોય છે. હવે વાત કરીએ કોર્ટ મેરેજની... કોર્ટ મેરેજ માટે જરૂરી શરતો શું છે?
પહેલાં લગ્ન કર્યાં ન હોવાં જોઈએ: આ નિયમ હેઠળ, આ કાયદાકીય પ્રક્રિયામાં સામેલ થતાં પહેલાં બંને પક્ષોએ લગ્ન કર્યાં ન હોવાં જોઈએ એ જરૂરી છે. કાયદાકીય રીતે સંમત: હિંદુ ધર્મમાં સંબંધીઓ વચ્ચે લગ્ન ન થઈ શકે, જેમ કે - કાકી, ભાઈ, બહેન વગેરે. લગ્ન સમયે બંને પક્ષો એટલે કે વર અને કન્યા તેમની માન્ય સંમતિ આપવા માટે સક્ષમ હોવા જોઈએ. ઉંમર: કોર્ટ મેરેજ માટે સ્ત્રી અને પુરુષની ઉંમર 21 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ. બાળક પેદા કરવા માટે બંને પક્ષો શારીરિક રીતે ફિટ હોવાં જરૂરી છે. આ સિવાય બંને માનસિક રીતે સ્થિર એટલે કે સ્વસ્થ હોવાં જોઈએ. કોર્ટ મેરેજ કેવી રીતે થાય છે?
ભારતમાં રહેતા કોઈપણ નાગરિક કોર્ટ મેરેજ માટે અરજી કરી શકે છે. કોર્ટ મેરેજ પહેલાં દુલ્હન, વરરાજા અને સાક્ષીઓએ રજિસ્ટ્રાર સમક્ષ એક ઘોષણાપત્ર પર સહી કરવી પડે છે, જેમાં લખ્યું છે કે આ લગ્ન કોઈપણ દબાણ વગર તેમની ઈચ્છા મુજબ થઈ રહ્યા છે. આ પછી રજિસ્ટ્રાર 30 દિવસનો નોટિસ પિરિયડ આપે છે. આ લગ્ન સામે કોઈને વાંધો છે કે કેમ એ તપાસવું. જો કોઈને આ લગ્ન સામે કોઈ વાંધો હોય તો તે 30 દિવસની અંદર તેની ફરિયાદ નોંધાવી શકે છે, પરંતુ જો આ દિવસોમાં કોઈએ ફરિયાદ નોંધાવી નથી, તો કોર્ટ લગ્નની નોંધણી ફી ચૂકવીને લગ્ન પ્રક્રિયાને આગળ ધપાવે છે. કોર્ટ મેરેજની નોટિસ હવે માતા-પિતા સુધી પહોંચતી નથી, પરંતુ રજિસ્ટ્રાર ઓફિસને મોકલવામાં આવે છે. શું કોર્ટ મેરેજ માટે માતા-પિતાની મંજૂરી જરૂરી છે? જોકે લગ્નની નોંધણી કરાવનાર યુગલ પુખ્ત હોય અને કોર્ટ મેરેજ માટે નિર્ધારિત નિયમોનું પાલન કરવામાં આવ્યું હોય. શું કોર્ટ મેરેજ રજિસ્ટ્રેશન ઓનલાઇન થાય છે?
ના.કોર્ટ મેરેજ રજિસ્ટ્રેશન માટે લગ્ન કરનાર કપલે લગ્ન અધિકારી સમક્ષ પોતાને રજૂ કરવાની જરૂર છે. તો જ લગ્ન નોંધણી શક્ય બને છે. કોર્ટ મેરેજ પર અમુક રકમ મેળવવાની જોગવાઈ છે?
આ અંતર્ગત જો કોઈ દલિત સાથે આંતરજ્ઞાતિય લગ્ન કરે છે તો સરકાર તે નવપરિણીત યુગલને 2.5 લાખ રૂપિયા આપે છે. નવવિવાહિત કપલમાંથી એક દલિત સમુદાયનું હોવું જોઈએ, જ્યારે બીજું દલિત સમુદાયની બહારનું હોવું જોઈએ. કોર્ટ મેરેજમાં આ આર્થિક મદદ આંતરજાતીય લગ્ન દ્વારા સામાજિક એકીકરણ માટેની ડૉ. આંબેડકર યોજના હેઠળ આપવામાં આવે છે. લગ્ન હિંદુ મેરેજ એક્ટ 1955 હેઠળ નોંધાયેલા હોવા જોઈએ. આ અંગે નવપરિણીત કપલે સોગંદનામું દાખલ કરવાનું રહેશે. કોર્ટ મેરેજમાં કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે સ્પેશિયલ મેરેજ એક્ટ ક્યાં અટકી જાય છે? મોટાભાગના કિસ્સાઓમાં, જ્યારે છોકરો અને છોકરી તેમના વિસ્તારના રજીસ્ટ્રારને સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ લગ્ન માટે અરજી કરે છે, ત્યારે તેઓ ઈચ્છે છે કે તેમના લગ્ન ગુપ્ત રાખવામાં આવે. આજે પણ આપણા સમાજમાં બે અલગ-અલગ ધર્મના લોકોના લગ્ન વખતે ઘણી મુશ્કેલીઓ ઉભી થાય છે. પરંતુ સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ એક જોગવાઈ છે, જેના કારણે આ લગ્ન ગુપ્ત રહેતા નથી. વાસ્તવમાં, લગ્ન માટે અરજી કર્યા પછી, રજિસ્ટ્રાર 1 મહિનાની એટલે કે 30 દિવસની જાહેર નોટિસ બહાર પાડે છે. આ નોટિસમાં રજિસ્ટ્રાર પૂછે છે કે શું આ લગ્ન સામે કોઈને વાંધો છે? જો કોઈ વાંધો હોય તો તે રજીસ્ટ્રારને લેખિતમાં જાણ કરી શકે છે. જો કોઈ વાંધો ઉઠાવે તો લગ્ન જટિલ બની જાય છે. જો કે, આ વાંધાનો સમયગાળો પૂરો થયા પછી, તે બંને મેરેજ રજિસ્ટ્રાર સમક્ષ હાજર થાય છે.અને પછી તેમના લગ્નની નોંધણી થાય છે. 30 દિવસનો નોટિસ પીરિયડ સમાપ્ત કરવાનો પ્રયાસ
સ્પેશિયલ મેરેજ એક્ટમાંથી આ 30 દિવસની નોટિસને દૂર કરવાના પ્રયાસો અનેક સ્તરે ચાલી રહ્યા છે. સ્પેશિયલ મેરેજ એક્ટમાં 30 દિવસની જાહેર નોટિસની જોગવાઈ સામે પણ સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે 30 દિવસની નોટિસ પીરિયડ શક્ય તેટલી વહેલી તકે સમાપ્ત થવો જોઈએ, કારણ કે તેનાથી કપલ્સની સુરક્ષા પર અસર પડે છે. જો કે આ મામલે હજુ સુધી કોઈ નિર્ણય આવ્યો નથી. સુપ્રીમ કોર્ટ પણ આ સાથે સહમત છે. સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ 30 દિવસની આ ફરજિયાત નોટિસ 'પિતૃસત્તાક' હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.