ઓગષ્ટ માસમાં કેટલીક ટ્રેનો રદ રહેશે, મુસાફરોને હાલાકી પડશે - At This Time

ઓગષ્ટ માસમાં કેટલીક ટ્રેનો રદ રહેશે, મુસાફરોને હાલાકી પડશે


અમદાવાદ,તા.20 ઓગષ્ટ 2022, શનિવારપશ્ચિમ રેલવેના અમદાવાદ વિભાગમાંથી પસાર થતી અને ઉપડતી કેટલીક ટ્રેનો ઓગષ્ટ માસ દરમિયાન રદ રહેશે. મહેસાણા-પાટણ-મહેસાણા સ્પેશિયલ ટ્રેન , અમદાવાદ-હાવડા-અમદાવાદ, શાલીમાર-પોરબંદર-શાલીમાર, ઓખા-શાલીમાર-ઓખા, પોરબંદર-સાંતરાગાછી-પોરબંદર ટ્રેન રદ રહેશે.  ટ્રેન નં. ૧૪૮૨૦/૧૯  સાબરમતી-જોધપુર એક્સપ્રેસ ટ્રેનને હવે ૨૦ ઓગષ્ટથી મેલ-એક્સપ્રેસમાંથી સુપરફાસ્ટમાં રૂપાંતરીત કરવામાં આવી છે. આ ટ્રેનમાં મુસાફરોને હવે સુપરફાસ્ટ ટ્રેનની મુસાફરીનો લાભ મળશે.વિરમગામ-મહેસાણા-પાલનપુર સેક્શનમાં માળખાકિયા સુવિધા માટેના કામ ચાલી રહ્યા હોવાથી તા.૨૨ થી ૨૮ ઓગષ્ટ સુધી મહેસાણા-પાટણ-મહેસાણા સ્પેશિયલ ટ્રેન રદ રહેશે.ઉત્તર પૂર્વ મધ્ય રેલવેના બિલાસપુર વિભાગમાં રાયગઢ-ઝારસુગુડા વિભાગમાં હેમાગીરી સ્ટેશન પર ચોથી લાઇન કનેક્ટીવીટી માટે નોન ઇન્ટરલોકિંગનું કામ હાથ ધરાયું છે જેના કારણે અમદાવાદ વિભાગમાંથી ઉપડતી પસાર થતી કેટલીક ટ્રેનો રદ રહેશે.જેમાં તા.૨૧ થી ૨૮ ઓગષ્ટ સુધી અમદાવાદ-હાવડા-અમદાવાદ એક્સપ્રેસ રદ રહેશે. તા.૨૪ અને ૨૫ ઓગષ્ટની પોરબંદર-શાલીમાર એક્સપ્રેસ રદ રહેશે. તા. ૨૬ અને ૨૭ ઓગષ્ટની શાલીમાર-પોરબંદર એક્સપ્રેસ રદ રહેશે. તા.૨૧ અને ૨૮ ઓગષ્ટની ઓખા-શાલીમાર એક્સપ્રેસ તેમજ તા. ૨૩ અને ૩૦ ઓગષ્ટની શાલીમાર-ઓખા એક્સપ્રેસ રદ રહેશે.તા.૨૬ ઓગષ્ટની પોરબંદર-સાંંતરાગાછી એક્સપ્રેસ અને તા. ૨૮ ઓગષ્ટની સાંતરાગાછી-પોરબંદર એક્સપ્રેસ રદ રહેશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.