ઝાલાવાડના બજારમાં ધો- 1 થી 8 ના અમુક પાઠયપુસ્તકો ઉપલબ્ધ નથી
- શાળાઓ શરૂ થઈ, પણ પાઠયપુસ્તકોના ડીંડવાણા- બજારમાં ધક્કા ખાઇ રહેલા વાલીઓ અને વિદ્યાર્થીઓ પુસ્તકના અભાવે અભ્યાસ ઉપર માઠી અસરસુરેન્દ્રનગર : સમગ્ર ગુજરાત સાથે સુરેન્દ્રનગર જીલ્લામાં છેલ્લા બારં દિવસથી શાળાઓ શરૂ થઈ ગઈ છે. પરંતુ પાઠયપુસ્તકોના ડીંડવાણાથી વિદ્યાર્થીઓ અને વાલીઓ પાઠયપુસ્તકો લેવા ધક્કા ખાઇ રહ્યાં છે. પાઠયપુસ્તકોના અભાવે અભ્યાસને માઠી અસર થઈ રહી છે. આ અંગે વાલીવર્ગમાંથી ઉઠતી ફરીયાદ એવી છેકે, દરદર વર્ષની જેમ શાળાઓ શરૂ થઈ જવા છતાં બજારમાં પુરતા પાઠયપુસ્તકો ઉપલબ્ધ નથી. ધો-૧થી ૮ના અમુક પાઠયપુસ્તકો બજારમાં આવ્યા જ નથી. તેથી વિદ્યાર્થીઓના અભ્યાસને માઠી અસર થઈ રહી છે. વિજ્ઞાાન-ગણિત જેવા મહત્વના વિષયોના પુસ્તકો વહેલીતકે બજારમાં ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી વાલીઓની માંગણી છે. ગુજરાત રાજ્ય પાઠયપુસ્તક મંડળ સામે વાલીઓમાં ભારે રોષ અને અસંતોષની લાગણી જોવા મળે છે. આ અંગે જાણવા મળતી વધુ વિગત મુજબ બજારમાં ધો-૧થી ૮નું પ્રજ્ઞાાપુસ્તક ઉપલબ્ધ નથી ધો-૩ના પાઠયપુસ્તકો મળતા નથી. ધો-૪ના ગણિત અને પર્યાવરણના પુસ્તકો મળતા નથી. ધો-૫ના ગુજરાતી-પર્યાવરણના પુસ્તકો મળતા નથી. ધો-૬ના વિજ્ઞાાન,સમાજવિદ્યા અને ગણિત અને સંસ્કૃત વિષયના પુસ્તકો મળતા નથી. તેમજ ધો-૮ના સમાજવિદ્યા, હિન્દી,ગણિત અને ગુજરાતી વિષયોના પુસ્તકો ઉપલબ્ધ નથી. વાલીઓને આ પુસ્તકો ખરીદવા માટે વિક્રેતાને ત્યાં વારંવાર ધક્કા ખાવા પડે છે. જ્યારે બીજી તરફ શાળાઓમાં અભ્યાસક્રમ શરૂ થયાને બાર દિવસ થઈ ગયા હોવાથી હિન્દી,ગણિત, વિજ્ઞાાન જેવા મહત્વના વિષયોના પાઠયપુસ્તકો વિના વિદ્યાર્થીઓના અભ્યાસ પર માઠી અસર થઈ રહી છે. ગાંધીનગર શિક્ષણમંત્રી સુધી રજુઆતો કરવામાં આવી છે. હાલ બજારમાં પુરતા પાઠયપુસ્તકો ઉપલબ્ધ ન હોવાથી વાલીઓ અને વિદ્યાર્થીઓમાં રોષ સાથે અસંતોષની લાગણી જોવા મળે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.