પશ્ચિમરેલવે મહિલા કલ્યાણસંગઠન ભાવનગરડિવિઝન દ્વારા કિડ્સ હટસ્કૂલ અને બાલમંદિરમાટે આશાએં-2024 કાર્યક્રમનું આયોજન કરાયું - At This Time

પશ્ચિમરેલવે મહિલા કલ્યાણસંગઠન ભાવનગરડિવિઝન દ્વારા કિડ્સ હટસ્કૂલ અને બાલમંદિરમાટે આશાએં-2024 કાર્યક્રમનું આયોજન કરાયું


પશ્ચિમરેલવે મહિલા કલ્યાણસંગઠન ભાવનગરડિવિઝન દ્વારા કિડ્સ હટસ્કૂલ અને બાલમંદિરમાટે આશાએં-2024 કાર્યક્રમનું આયોજન કરાયું

વેસ્ટર્ન રેલવે વુમન વેલ્ફેર ઓર્ગેનાઈઝેશન(WRWwo)ભાવનગર ડિવિઝન દ્વારા સંચાલિત કિડ્સ હટ અને બાલ મંદિરના નાના બાળકોના સર્વાંગી વિકાસ માટેના ઉત્કૃષ્ટ પ્રયાસોની શ્રેણીમાં,ચેરમેન સંતોષીજીની દેખરેખ હેઠળ જ વેરચંદમેઘાણી ઓડિટોરિયમ-ભાવનગર ખાતે 15 ફેબ્રુઆરી,2024 (ગુરુવારે)આશાએં- 2024 વાર્ષિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ બંને શાળાઓ 35 વર્ષથી ચાલી રહી છે.આકાર્યક્રમમાં તમામ બાળકોએ ખૂબ જ સુંદર નૃત્યપ્રસ્તુતિ રજૂ કરી ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા.તમામ પરફોર્મન્સ થીમ આધારિત પરફોર્મન્સ હતા.આ દરમિયાન,સત્ર 2023-24 માટેના પુરસ્કારોનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.શાળાનો વાર્ષિક અહેવાલ સેક્રેટરી શ્રીમતી પ્રમિલા પ્રસાદે રજૂકર્યો હતો,આ કાર્યક્રમમાં ડિવિઝનલ રેલ્વે મેનેજર રવીશ કુમાર મુખ્ય મહેમાન હતા.આ પ્રસંગે એડિશનલ ડિવિઝનલ રેલવે મેનેજર હિમાશુ શર્મા સાથે ડિવિઝનના વરિષ્ઠ અધિકારીઓ અને વેસ્ટર્ન રેલવે વુમન વેલ્ફેર ઓર્ગેનાઈઝેશન (WRWWO),સહીત ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટ અસરફ જાંગડ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.