હિંમતનગરના ગોકુલનગર રેલવે ફાટકે હાઈટ ગેજની કામગીરીને લઈને વાહન ચાલકો મુશ્કેલીમા મુકાયા - At This Time

હિંમતનગરના ગોકુલનગર રેલવે ફાટકે હાઈટ ગેજની કામગીરીને લઈને વાહન ચાલકો મુશ્કેલીમા મુકાયા


હિંમતનગર શહેરના  ગોકુલનગર રેલવે ફાટક પાસે રેલવે વિભાગ દ્વારા હાઈટ ગેજ માટેની કામગીરી ચાલુ કરવામા આવી છે. ચાલુ કામને લઈને રોડ પર ખોદકામ ચાલુ કરવામાં આવ્યું છે. ત્યારે વાહનચાલકોના વાહનો ખાડામાં ઉતરી જતાં ભારે પરેશાનીઓ ભોગવવી પડી રહી છે.
મળતી માહીતી મુજબ અમદાવાદથી ઉદેપુર રેલવે લાઈન ઉપર ઇલેક્ટ્રીકેશનની કામગીરી પુર જોશમા ચાલી રહી છે. જેમા અસારવાથી હિંમતનગર સુધીની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. બીજી તરફ ઉદેપુરથી હિંમતનગર સુધીની કામગીરી અજમેર ડિવિઝન દ્વારા કરવામાં આવી  રહી છે. આ કામગીરી કરતી એજન્સી દ્વારા હિંમતનગરના ગોકુલનગર રેલવે ફાટક પાસે બંને તરફ ઈલેક્ટ્રીક લાઈનને લઈને ઊંચા અને ભારે વાહનોના પ્રવેશ કરે તેના માટે રેલવે ફાટકની બંને તરફ હાઈટ ગેજ બનાવવા માટે રોડની બંને તરફ ખોદકામ કરવામાં આવ્યું છે. આ ખોદકામ કર્યા બાદ આરસીસી કામ કર્યું છે પરંતુ પુરાણ કરેલ માટીને લઈને રોડ ઉપરથી પસાર થતા વાહન ચાલકોના વાહનો ખોદકામ કરેલી જગ્યામાં રોજ ફસાઈ જાય છે. જેને લઈને વાહન ચાલકો પરેશાન થયા છે.


9601289607
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.