ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં દ્રૌપદીના ડાંડા-2 પર્વત ટોચ પર બરફના તોફાન
ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં દ્રૌપદીના ડાંડા-2 પર્વત ટોચ પર બરફના તોફાનના કારણે 29 પર્વતારોહક ફસાઈ ગયા જેમાંથી 8 ને બચાવી લેવાયા છે. વહીવટીતંત્રએ રેસ્ક્યુ અભિયાન ઝડપી કરી દીધુ છે. બરફના તોફાનમાં નેહરુ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માઉન્ટેનિયરિંગના 28 ટ્રેઈની ફસાઈ ગયા હતા. નેહરુ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માઉન્ટેનિયરિંગની ટીમ સાથે જિલ્લા વહીવટીતંત્ર, એનડીઆરએફ, એસડીઆરએફ, સેના અને આઈટીબીપીના જવાન બચાવ અભિયાનમાં લાગી ગયા છે.તમામ પર્વતારોહક 23 સપ્ટેમ્બરે ઉત્તરકાશીમાં અભિયાન પર નીકળ્યા હતા. આપત્તિ વ્યવસ્થાપન અધિકારી દેવેન્દ્ર પટવાલે જણાવ્યુ કે ટ્રેનિંગમાં કોચ અને તાલીમાર્થીઓ સહિત કુલ 175 લોકો હતા જેમાં 29 લોકો બરફના તોફાનની ચપેટમાં આવ્યા. 8 લોકોનુ રેસ્ક્યુ કરી લેવાયુ છે જ્યારે 21 લોકોનુ રેસ્ક્યુ કરવામાં આવી રહ્યુ છે. રેસ્ક્યુ માટે હેલિકોપ્ટરની મદદ લેવામાં આવી રહી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.