પૂ . બજરંગદાસ બાપા - At This Time

પૂ . બજરંગદાસ બાપા


પૂ . બજરંગદાસ બાપા

મને બહુ ગમતા સંત-પુરુષ, સૌરાષ્ટ્રના મહુવા પાસેના, બગડ, નદીને કાંઠે વસેલા એક નાનકડા ગામ બગદાણામાં આવી વસેલા આ ઊંચા-આત્માએ આધ્યાત્મિકતાની ટોચ પર બિરાજ્યા પછી પણ, ક્યારેય કોઈને દુભવ્યા નથી, તેમની પાસેથી હું અઢારેય વર્ણ સાથે કેમ હળીમળીને રહેવું, જગતમાં કોઈ ઉંચ નથી કોઈ નીચ નથી, ઈશ્વરના બનાવેલા આપણે સૌ એક સમાન છીએ, આપણી ઓળખ જાતિથી નહિ કર્મથી વ્યવહારથી, નક્કી થાય છે, એ હું આ ગુરુ પાસેથી શીખ્યો, નાતજાતના ભેદ મીટાવવા આ સંત જીવનપર્યંત કાર્યરત રહ્યા
તેમણે હિન્દુસ્તાનમાં સર્વ પ્રથમ વાર ''સમુહલગ્ન ''નો વિચાર આપ્યો, અને પ્રથમ સમૂહ લગ્નનું આયોજન કર્યું, સર્વ સમાજના દીકરા દીકરીઓને પરણાવ્યા અને સમાજને એક સરસ અને બહુ ઉપયોગી વિચાર આપ્યો
ચીન સામેના યુદ્ધ પછી જયારે રાષ્ટ્રને મદદની જરૂરત પડી આ સંતે પોતાનું સર્વસ્વ એટલે કે પહેર્યા કપડા સિવાય કાઈ ના રાખ્યું અને પોતાની તમામ માલ-મિલકતની હરરાજી કરી એક માતબર રકમ ભાવનગર જઈ કલેકટરને રાષ્ટ્ર માટે ભેટ આપી
એમણે એકપણ ચેલો સ્થાપ્યો કે નીમ્યો નથી, ગળામાં બજરંગદાસ બાપાના માદળિયાં પહેરી ફરતા લોકો સાથે તેમને કોઈ સંબંધ નથી તેઓ જીવ્યા ત્યાં સુધી તેમણે આવા તત્વોને બહુ દુર રાખ્યા હતા
તેઓ, બધાને '' બાપા સીતારામ '' કહેતા અને સૌ તેમને બાપા સીતારામ કહેતા આજીવન સીતારામને શરણે રહેનાર આ બાપલીયાએ ગરીબ, ગુરબાનની સેવા કીધી, સ્વ-મહેનતથી રોટલો પૈદા કરીને ખાધો અને સૌને ખવડાવ્યો
તેમના દેહાવસાન પછી,તેમની કીર્તિ ચોમેર ફેલાય સૌરાષ્ટ્રમાં એકપણ એવું ગામ નહિ હોય જ્યાં બજરંગદાસ બાપાનો ઓટલો (મઢુલી ) નહિ હોય , નાતજાતના તમામ ભેદભાવ ભૂલી આજેપણ અઢારેય વર્ણનાં લોકો ત્યાં સેવા આપે છે ,,આ એકતા તેમના વિચારોને કારણે છે
હું જેની પણ પાસેથી કાઈ પણ શીખું છું એ સર્વને મારા ગુરુ માનું છું
આવા પરમાર્થી ઉચ્ચ કોટીના અમર આત્માને આજની તેમની ૪૬ મી પૂણ્યતીથી એ સાદર વંદન !! બાપા સીતારામ !!
- રાજેશ પટેલ..


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.