રાજ્યકક્ષાનાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી અન્વયે બોટાદના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ તરફથી પ્રસિધ્ધ કરાયું જાહેરનામું - At This Time

રાજ્યકક્ષાનાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી અન્વયે બોટાદના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ તરફથી પ્રસિધ્ધ કરાયું જાહેરનામું


રાજ્યકક્ષાનાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી અન્વયે બોટાદના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ તરફથી પ્રસિધ્ધ કરાયું જાહેરનામું

બોટાદના ત્રિકોણી ખોડીયાર ખાતે કાર્યક્રમના સ્થળથી ૧ કિ.મી.ની ત્રિજ્યામાં જમીનથી આકાશ તરફ ઉડાડવામાં આવતા તુક્કલ, પતંગ, ફુગ્ગા, ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ
બોટાદ,જિલ્લામાં૨૬જાન્યુઆરી,૨૦૨૩ ના રાજ્યકક્ષાનાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી બોટાદ શહેરના ત્રિકોણી ખોડીયાર, હડદડ રોડ ખાતે આવેલ ગ્રાઉન્ડ ખાતે થનાર છે. આ ઉજવણીમાં ગુજરાત રાજ્યના રાજ્યપાલ મુખ્યમંત્રી તથા અન્ય મહાનુભાવો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહેનાર છે. જેથી તેઓશ્રીની સુરક્ષા અને સલામતી જાળવવા સારૂં બોટાદના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ મુકેશ પરમારે તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા બોટાદ જિલ્લામાં આગામી તા.૨૪/૦૧/૨૦૨૩ થી તા.૨૬/૦૧/૨૦૨૩ દિન-૩ (ત્રણ) સુધી સુરક્ષા અને સલામતીના કારણોસર ત્રિકોણી ખોડીયાર ખાતે આવેલ કાર્યક્રમના સ્થળથી ૧(એક) કિ.મી.ની ત્રિજ્યામાં જમીનથી આકાશ તરફ ઉડાડવામાં આવતા તુક્કલ, પતંગ, ફુગ્ગા, ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.

આ જાહેરનામાનો ભંગ/ઉલ્લંઘન કરનારને ભારતના ફોજદારી અધિનિયમ (સને-૧૮૬૦ ના ૪૫ માં અધિનિયમ) ની કલમ-૧૮૮ મુજબ સજા થશે. જાહેરનામાનો અમલ અને તેના ભંગ બદલના પગલા લેવા માટે હેડ કોન્સ્ટેબલથી નીચેના ન હોય તેવા ફરજ પરના અધિકારીને અધિકાર રહેશે.

Report by Ashraf jangad 9998708844


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.