“ઊના પોલિસ સ્ટેશન માં ફરજ બજાવતા પી.આઇ. એન.એમ.રાણા સહિત ચાર પોલીસ કર્મીઓ નું ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માન કરાયું.”(જીતેન્દ્ર ઠાકર ઊના)
ઉના પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા નાનજીભાઈ સાદુળભાઈ ચારણીયા, શાંતિલાલ વેલાભાઈ સોલંકી આ બંને હેડ કોન્સ્ટેબલ, અનિલભાઈ ભુપતભાઈ જાદવ કોન્સ્ટેબલ સહિત ચાર કર્મચારીની પ્રશંસનિય અને શ્રેષ્ઠ કામગીરી બદલ જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા દ્વારા પ્રશંસાપત્ર આપી સન્માન કરવામાં આવ્યું
ઉના પોલીસમાં ફરીયાદીના પિતા જીતુભાઇ કાનજીભાઇ સોલંકી ઉવ.૫૫ રહે.અંજાર વાળાને તા.૨૩/૦૧/૨૦૨૫ ના રાત્રીના સમયે ઉનાથી અંજાર જતા રોડ પર રામભાઇ પાલાભાઇ વાજાની વાડીની સામે મચ્છુન્દ્રી નદીના પટમાં કોઇ અજાણ્યા માણસે કોઇ અગમ્ય કારણોસર મોટા પથ્થર વડે માથાના ભાગે જીવલેણ ઘા મારી ગંભીર ઇજા પહોંચાડી મોત નીપજાવી ગુન્હો કરી નાશી ગયેલ જેથી ઉપરોક્ત અને ડીટેક્ટ ગુનો દાખલ થયેલ જે ગુનાનો ભેદ ઉકેલવા સી.સી.ટી.વી. એનાલીશીસ તથા હ્યુમન સોર્સ મારફતે આરોપીને પકડી પાડી લુંટ વીથ મર્ડરનો ગુનો ડીટેક્ટ કરી પ્રશંસનિય અને શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા દ્વારા અભિનંદન પાઠવ્યા હતા. અને પ્રશંસાપત્ર અર્પણ કરી સન્માનીત કર્યા હતા.
ઇન્સ્પેક્ટર એમ.એન. રાણાને પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા, IPS દ્વારા ઉત્કૃષ્ઠ અને શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ પ્રશંસાપત્ર થી સન્માનીત કરવામાં આવ્યા
વાહન ચેકીંગની કામગીરી હાથ ધરવા અને આ ડ્રાઇવ દરમિયાન ફકત એમ.વી.એક્ટ ક.૧૮૫ તથા જી.પી.એક્ટ ક.૧૩૫ મુજબની જ કામગીરી કરવા સૂચના આપેલ હતી. તે દરમ્યાન ઉના પોલીસ સ્ટેશન વિસ્તારમાં અસરકારક વાહન ચેકીંગની કામગીરી કરી એમ.વી.એક્ટ ક.૧૮૫ના ૧૦ કેસો શોધી કાઢી, ગુના દાખલ કરાવી ઉત્કૃષ્ઠ અને શ્રેષ્ઠ કામગીરી કરવામાં આવતાપોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા, IPS દ્વારા ઉના પોલીસ સ્ટેશન માં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર એમ. એન. રાણા પ્રશંસાપત્ર થી સન્માનીત કરવામાં આવ્યા હતા.
9824469110
આ પ્રકારના તમામ સમાચાર માટેે
