પરીક્ષા કેન્દ્ર ઉપર લેટ પડેલ મહિલા પરીક્ષાર્થીને પોલીસે સત્વરે સમયમર્યાદામાં એકલવ્ય મોડલ રેસીડેન્સીયલ સ્કૂલ વેજલપુર ખાતે પહોંચાડી - At This Time

પરીક્ષા કેન્દ્ર ઉપર લેટ પડેલ મહિલા પરીક્ષાર્થીને પોલીસે સત્વરે સમયમર્યાદામાં એકલવ્ય મોડલ રેસીડેન્સીયલ સ્કૂલ વેજલપુર ખાતે પહોંચાડી


આજ રોજ ડી.આઈ.જી. શ્રી. ચિરાગ કોરડીયા સાહેબની સુચના તથા પોલીસ અધિક્ષક શ્રી. હિમાંશુ સોલંકી સાહેબ નાઓએ સૂચના અને માર્ગદર્શન આપેલ કે તારીખ:-૦૭/૦૫/૨૦૨૩ ના રોજ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી ક્રમ મંત્રી ) ની પરીક્ષા પંચમહાલ જિલ્લા ખાતે યોજાનાર છે જેમાં પંચમહાલ જિલ્લાના વિવિધ સ્કૂલો-કોલેજોમાં 42 કેન્દ્રો 489 બ્લોકમાં 14,650 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપનાર છે જે પરીક્ષામાં કોઈપણ પ્રકારની ગેરરીતિઓ ના થાય તે રીતે શાંતિપૂર્ણ અને નિર્ભયપણે પરીક્ષા આપે તે સારું આગોતરું આયોજન કરવામાં આવેલ જેમાં સ્કૂલ-કોલેજ બંદોબસ્ત ઝેરોક્ષ દુકાન બંધ રાખવાનું જાહેરનામું તથા એસટી સાથે સંકલન, ટ્રાફિક વ્યવસ્થા યોગ્ય રીતે ચાલે તેવી વ્યવસ્થા સાથે પરીક્ષાાર્થીઓ સાથે માનવીય અભિગમ રાખવાની સુચના આપવામાં આવેલ
જે અનુસંધાને શ્રી વી.જે. રાઠોડ સાહેબ નાયબ પોલીસ અધિક્ષક હાલોલ વિભાગ હાલોલ તથા શ્રી એ.આર.પલાસ સાહેબ સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ગોધરા સર્કલ ગોધરાનાઓ દ્વારા હાલોલ ડિવિઝન તથા વેજલપુર પોલીસ સ્ટેશનમાં જરૂરી બંદોબસ્ત રખાવી સુચના અને માર્ગદર્શન આપેલ કે પરીક્ષાાર્થીઓ દૂર દૂરથી આવનાર છે તો તેઓને પરીક્ષા આપતી વખતે કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે અને તેઓ નિર્ભયપણે પરીક્ષા આપી શકે તે પ્રકારે વ્યવસ્થા કરવી જે અનુસંધાને પંચમહાલ જિલ્લા પોલીસ જરૂરી મદદ પુરી પાડવા કટિબદ્ધ બનેલ ત્યારે આજરોજ વેજલપુર પોલીસ સ્ટેશન PSI આર.આર.ગોહિલ નાઓ પરીક્ષા બંદોબસ્ત માં હાજર હતા ત્યારે પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવાની છેલ્લી 10 મિનિટ પહેલાં કે.કે.હાઈસ્કૂલ વેજલપુર ખાતે બંદોબસ્તમાં રહેલ ASI ધર્મેન્દ્રસિંહ સોમસિંહ તથા વુમન હેડ કોન્સ્ટેબલ મેનકાબેનનાઓએ જણાવેલ કે એક મહિલા પરીક્ષાર્થી સંજોગોવશાત અત્રે પરીક્ષા કેન્દ્ર ઉપર લેટ આવેલ છે પરંતુ તેનું કેન્દ્ર એકલવ્ય મોડલ રેસીડેન્સીયલ સ્કૂલ વેજલપુર ખાતે છે અને તેની પાસે કોઈ વાહનની સગવડતા નથી જેથી તરત જ વેજલપુર પોલીસ સ્ટેશન પોલીસ મોબાઇલ વાન તરત જ મોકલી આપેલ અને પરીક્ષાર્થીને સત્વરે સમયમર્યાદામાંએકલવ્ય મોડલ રેસીડેન્સીયલ સ્કૂલ વેજલપુર ખાતે પહોંચાડી દેતા મહિલા પરીક્ષાર્થી દ્વારા પંચમહાલ જિલ્લા પોલીસનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવેલ આમ,પંચમહાલ જિલ્લા પોલીસ દ્વારા માનવીય અભિગમ રાખી "પોલીસ પ્રજાનો મિત્ર" છે તે સૂત્રને સાર્થક કરેલ છે

રિપોર્ટર, વિનોદ પગી પંચમહાલ 8140210077


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.