જસદણના બાખલવડ ગામે 2016 માં તરુણીને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ કરનાર આરોપીને આજીવન કેદ - At This Time

જસદણના બાખલવડ ગામે 2016 માં તરુણીને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ કરનાર આરોપીને આજીવન કેદ


જસદણના બાખલવડ ગામે 2016 માં તરુણીને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ કરનાર આરોપીને આજીવન કેદ
જ તરુણીને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ સદણના બાખલવડ ગામે 2016 માં કરનાર આરોપીને આજીવન કેદ તરુણીને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ કરનાર આરોપીને આજીવન કેદ જસદણ પંથકમાં છ વર્ષ પૂર્વે બનેલા બનાવનો કોર્ટ ચુકાદો તરુણી પર દુષ્કર્મ આચરવાના ગુનામાં પકડાયેલા જસદણના બાખલવડ ગામના આરોપી જયસુખ ઉર્ફે રોબટ ધીરૂ ડાભી સામે કેસ ચાલી જતા પોક્સો અદાલતે આઇપીસી 363ની કલમ હેઠળ 5 વર્ષ, આઇપીસી 366ની કલમ હેઠળ 7 વર્ષ, આઇપીસી 376 તેમજ પોક્સોની કલમ હેઠળ આજીવન કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે. તેમજ ઉપરોક્ત તમામ કલમો હેઠળ કુલ રૂ.50 હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો છે. બાખલવડના જયસુખ ઉર્ફે રોબટે જસદણ પંથકની તરુણીને પ્રેમજાળમાં ફસાવ્યા બાદ લગ્નની લાલચ આપી 2016ના વર્ષમાં અપહરણ કરી ગયો હતો. બાદમાં તેને તરુણી પર અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું.બાદમાં પરત આવેલી ભોગ બનનાર તરુણીબનાવની હકીકત જણાવી હતી. જેથી તરુણીના પિતાએ બાખલવડના જયસુખ ઉર્ફે રોબટ સામે જસદણ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને પગલે પોલીસે તપાસ હાથ ધરી આરોપી જયસુખ ઉર્ફે રોબટને ઝડપી લીધો હતો. અને ધરપકડ કરી જેલહવાલે કર્યો હતો. પોલીસે આરોપી વિરુદ્ધ પોક્સોની ખાસ અદાલતમાં ચાર્જશીટ રજૂ કર્યું હતું. જે કેસ ચાલતા ભોગ બનનાર તરુણીએ બનાવને સમર્થન આપતું નિવેદન આપ્યું હતું.ત્યારે સરકાર પક્ષે રોકાયેલા એપીપી આબિદ એ.સોસને રજૂ કરેલા તબીબી રિપોર્ટમાં પણ ભોગ બનનાર તરુણી સાથે દુષ્કર્મ થયું હોવાનું સમર્થન મળ્યું હતું. સરકારી વકીલ આબિદભાઇએ કેસમાં 23થી વધુ દસ્તાવેજી પુરાવાઓ રજૂ કર્યા હતા તેમજ 13 શાહેદને તપાસ્યા હતા. આરોપીએ જે કૃત્ય કર્યું છે તે ગંભીર ગુનો હોવાની રજૂઆત કરી હતી. જેથી ખાસ અદાલતે આધાર પુરાવા ધ્યાને લઈ સજાનો હુકમ કર્યો છે.
રીપોર્ટ વિજય ચૌહાણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.