મહીસાગર જિલ્લા કલેકટરશ્રીની કેપ્ટનશીપમાં મતદાન જાગૃતિ માટે મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ - At This Time

મહીસાગર જિલ્લા કલેકટરશ્રીની કેપ્ટનશીપમાં મતદાન જાગૃતિ માટે મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ


સમગ્ર દેશમાં લોકસભા સામાન્ય ચુંટણી ૨૦૨૪ યોજાઈ રહી છે તો સાથે સાથે લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનો ઉત્સાહ પણ છવાયેલો જોવા મળી રહ્યો છે ત્યારે જેમ ક્રિકેટમાં પ્રત્યેક રન અને વિકેટ કિંમતી છે તેમ લોકશાહીના પર્વ ચુંટણીમાં પ્રત્યેક મત કિંમતી છે માટે સ્વસ્થ લોકશાહી માટે મહત્તમ મતદાનના સંદેશ સાથે મહીસાગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કલેકટર શ્રીમતી નેહાકુમારીની કેપ્ટનશીપમાં મતદાન જાગૃતિ માટે મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન સ્ટાફ ક્વાટર્સ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું. ટુર્નામેન્ટના પ્રારંભે મતદાર જાગૃતિ પ્રતિજ્ઞાનું વાંચન કરાયું હતું.

આ મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટમાં જિલ્લા કલેકટર શ્રીમતી નેહાકુમારીની કલેકટર કચેરીની મહિલા ટીમ સામે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી ચંદ્રિકાબેન ભાભોરની ટીમ વચ્ચે મેચ યોજાઈ હતી જેમાં કલેકટર ટીમનો વિજય થયો હતો. જિલ્લા તંત્રના અધિકારીઓ કર્મચારી અને પરિવારજનોની ઉપસ્થિતિમાં વિજેતા ટીમ, રનર્સ અપ ટીમ અને વિમેન ઓફ ધી મેચને જિલ્લા વિકાસ અધિકારી સી એલ પટેલ, અધિક નિવાસી કલેકટરસી વી લટાએ ટ્રોફી આપી સન્માનિત કરી અભિનંદન પાઠવ્યા હતા.આ ટુર્નામેન્ટમાં જિલ્લા તંત્રના મહિલા અધિકારીઓ, કર્મચારીઓએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ટુર્નામેન્ટની પૂર્ણતાએ જિલ્લા કલેકટરએ તમામ સહયોગીઓને અભિનંદન પાઠવતા મતદાતાઓને પ્રત્યેક મતની કિંમત સમજાવી મતદાર જાગૃતિનો સંદેશ પ્રસરાવવા સૌના યોગદાનની અપીલ કરી હતી.


9825521069
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.