સાબરકાંઠા જિલ્લાના ઇડર ખાતે તારીખ 3.10.2022
ઇડર વિભાગીય પોલીસવડા દિનેશસિંહ ચૌહાણનો વિદાય સમારંભ યોજાયો
ઈડર વિભાગ નાયબ પોલીસ અધિક્ષક ડી. એમ. ચૌહાણની બદલી વિસનગર ખાતે થતા ઈડર નગરજનોએ ભાવભીની આંખે લોકપ્રિય અઘિકારીને વિદાય આપી...
સાબરકાંઠા જિલ્લાના ઈડર શહેર ખાતે છેલ્લા ચાર વર્ષથી ડી.વાય.એસ.પી તરીકે ફરજ બજાવતા અને ઈડર વડાલી ખેડબ્રહ્મા , પોશીના , વિજયનગર સહિતના વિસ્તારોની પ્રજાના દિલમા પોતાની આગવી ઓળખ ઉભી કરનાર અધિકારીની જાહેરહિતમા ઈડરથી વિસનગર ખાતે બદલી થતા સમગ્ર પંથકમા અઘિકારી પ્રત્યેનો પ્રેમ લાગણી પ્રસરી આવી હતી. છેલ્લા ચાર વર્ષથી ઈડર ખાતે ડી.વાય.એસ.પી ની ફરજ બજાવતા નીડર અને નિષ્પક્ષ અઘિકારી દિનેશસિંહ ચૌહાણનો વિદાય સમારંભ ઈડર લાઈન ખાતે યોજાયો હતો જેમા અશ્વિનભાઈ પટેલ , ગિરધારીલાલ સોની , રાજેન્દ્રસિંહ કુંપાવત , રામભાઈ સોલંકી તેમજ ઈડર શહેરના વિવિધ સમાજના અગ્રણીઓ પત્રકારો અને પોલીસ પરિવાર મોટી સંખ્યામા ઉપસ્થિત રહી વિદાય લઈ અન્ય સ્થળે ફરજ પર હાજર થનાર ડી વાય. એસ. પી. - ડી. એમ. ચૌહાણને ફુલહાર શાલ , શ્રીફળ અને ફૂલછડી તથા બુકે આપી શુભેચ્છાઓ પાઠવી હતી જેમા નીડર અને નિષ્પક્ષ અધિકારીના વિદાય સમારંભમા જુની પરંપરા મુજબ આદિવાસી લોકનૃત્ય , ડીજે અને ઘોડીનુ રાજેન્દ્રભાઈ ડામોર , કોન્સ્ટેબલ સંજયસિંહ ચૌહાણ , કોન્સ્ટેબલ હેમંતભાઈ ચૌધરી અને ઇડર તાલુકાની સિયાસણ ગામના સરપંચ રાજેશભાઈ દામા દ્વારા ભવ્ય આયોજન કરવામા આવ્યુ હતુ જેમા નાયબ પોલીસ અધિક્ષક શ્રીને ઘોડી પર બેસાડી આદિવાસી લોકનૃત્ય , ડીજે સાથે વિદાય આપવામા આવી હતી સાથે ઈડર તાલુકા નગરજનોએ , પોલીસ પરિવારે તેમજ ટીઆરબી જવાનોને ભીની આંખે પુષ્પગુચ્છ , શાલ અને મોમેન્ટો આપી વિદાય આપી હતી ત્યારે ઈડરના ઇતિહાસમા પહેલીવાર કોઈ પોલીસ અધિકારીનો ભવ્ય વિદાય સમારંભ યોજાયો હોય એવી પ્રથમ ઘટના છે વિદાય લઈ રહેલ પોલીસ અધિકારીશ્રીએ થાણા અઘિકારીઓ , સૌ નગરજનો , પોલીસ પરિવાર
અહેવાલ હસનઅલી ઈડર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.