ટિમ ગબ્બરની રજૂઆતને સફળતા: વિસાવદરનીપોસ્ટ, ઓફિસમાં ક્લાર્ક તથા જરૂરી પોસ્ટમેનની નિમણૂક કરાઈ
ટિમ ગબ્બરની રજૂઆતને સફળતા: વિસાવદરનીપોસ્ટ, ઓફિસમાં ક્લાર્ક તથા જરૂરી પોસ્ટમેનની નિમણૂક કરાઈ
વિસાવદરતા.ટિમ ગબ્બર ગુજરાતના કે.એચ. ગજેરા તથા નયનભાઇ આર.જોશી એડવોકેટ વિસાવદર દ્વારા જનરલ મેનેજરપોસ્ટવિભાગ, જૂનાગઢ,કલેક્ટરશ્રી, જૂનાગઢ,સુપ્રીન્ટેન્ડન્ટ ઓફ પોસ્ટ ઓફિસીઝ,જુનાગઢ,
પોસ્ટ માસ્ટર જનરલ PMG રાજકોટ,
ચીફ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોસ્ટ ગુજરાત રાજ્ય,
અમદાવાદ વિગેરેને લેખીત રજુઆત કરી જણાવેલ છે કે, વિસાવદર સિટીમાં પોસ્ટ ઓફિસમાં છેલ્લા ઘણા સમયથી કલાર્કની અને પોસ્ટમેનોની જગ્યાઓ ખાલી છે આ બાબતે અવારનવાર રજૂઆતો કરવા છતાં પણ પોસ્ટ ઓફિસમાંપોસ્ટમાસ્તર, ક્લાર્ક,પોસ્ટમેનની જે જગ્યાઓ ખાલી છે ત્યાં કોઈની નિમણુંક કરવામાં આવતી નથી અનેઅગાવ આ પોસ્ટઓફિસમાં ચારેક પોસ્ટમેન હતા ત્યારબાદ વસ્તી અને વિસ્તારમાં ઘણો મોટો વધારો થયેલ છે પરંતુ અહીંની કચેરીના કામગીરીના પ્રમાણમાં પોસ્ટમેનની નિમણુંક કરવામાં આવેલ નથી અને તેના કારણે વિસાવદર શહેરની પ્રજાને ખુબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.જ્યારે એક પોસ્ટમેન કે અન્ય કર્મચારી બીમાર હોય કે રજા ઉપર હોય ત્યારે લોકોને પોસ્ટ કરેલી અગત્યની પોસ્ટ કે કવરોની ડિલિવરી થઈ શકતી નથી અને ઓફિસનો તમામ વહીવટ ખોરંભે પડતો હોય આવી ફરિયાદો અનેકવાર ઉઠવા છતાં પણ આ પ્રશ્નનું નિરાકરણ કરવામાં આવતું નથી તેથી વહેલમાં વહેલી તકે પોસ્ટમાસ્તર, તથા સ્ટેન્થ મુજબનાક્લાર્ક તથા ૨ થી ૩ પોસ્ટમેનની નિમણુંક તાત્કાલિક કરવામાં આવે તેવી ટિમ ગબ્બરની વિવિધ પાંખો દ્વારા રજૂઆતો કરાતા પોસ્ટ વિભાગ દ્વારા સફાળે જાગી તાત્કાલિક અસરથી એક ક્લાર્ક તથા એક પોસ્ટમેનની નિમણૂક કરવામાં આવેલ હતી
રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.