અમદાવાદ વ્યાસ પૂર્ણિમા ના પાવન પર્વ એ વિવિધ સંસ્થાઓ સંકલન થી અનેક વિધ સેવાયજ્ઞ યોજાયો - At This Time

અમદાવાદ વ્યાસ પૂર્ણિમા ના પાવન પર્વ એ વિવિધ સંસ્થાઓ સંકલન થી અનેક વિધ સેવાયજ્ઞ યોજાયો


અમદાવાદ વ્યાસ પૂર્ણિમા ના પાવન પર્વ એ વિવિધ સંસ્થાઓ સંકલન થી અનેક વિધ સેવાયજ્ઞ યોજાયો
અમદાવાદ ગુરુપૂર્ણિમાના પાવન પર્વ એ વાત્સલ્ય સીનીયર સીટીઝન હોમ, ઈન્ડીયન રેડ ક્રોસ સોસાયટી,જૂના વાડજ સર્કલ ખાતે યુગ શક્તિ ગાયત્રી ટ્રસ્ટ નારણપુરા અને લાયન્સ ક્લબ ઓફ જોધપુર હીલ-સોલા-નરોડા તથા વાત્સલ્ય સીનીયર સીટીઝન હોમ-ઈન્ડીયન રેડ ક્રોસ સોસાયટી પરિવારના સભ્યોના સહયોગથી ઊજવવામાં આવ્યો જેમાં ગુરુ પાદુકા પૂજન,તુલસી પૂજન,વરુણદેવ પૂજન,સત્ય નારાયણ કથા અને ગુરુ ચાલીસા પાઠ સમૂહમાં થયો તેમજ નિયામક આયુષ કચેરી ગાંધીનગર તથા આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત અમદાવાદ અને સરકારી આયુર્વેદ-હોમીયોપેથી દ્વારા નિ‌:શુલ્ક સર્વ રોગ નિદાન સાથે છ દિવસની દવા અને ડો.વદના પંચાલ નાડી વૈદ્ય દ્વારા નાડી તપાસ સાથે વિવિધ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ તુલસીના છોડ-વૃક્ષ રોપા તુલસીના ચમત્કારી ગુણ પુસ્તિકા,ગુરુ ચાલીસા, ગાયત્રી ચાલીસા,ગાયત્રી મંત્ર લેખન નોટબુક,માસ્ક અને સેનીટાઈઝરનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું વાત્સલ્ય સિનિયર સિટિઝન હોમના દરેક વડીલ ભાઈ બહેનોને સત્યનારાયણ કથાના અંતે શીરાના મહાપ્રસાદ સાથે ભોજન અને ખૂબ જ મોટી સંખ્યામાં ગાયત્રી પરિવારના સદસ્યો તથા લાયન્સ પરિવારનાં હાજર રહેલાં મિત્રોને પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો હતો જ્યારે વિજય પરસાણાના સહયોગથી વાત્સલ્ય સીનીયર સીટીઝન હોમના વડીલોને ફીઝીયો થેરાપી પ્લેટ નિ:શુલ્ક આપવામાં આવી હતી

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.