સ્વચ્છતા હી સેવા એક સાથે ૧ કલાક સ્વચ્છતા માટે શ્રમદાન
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 154મી જયંતિના એક દિવસ પહેલા સમગ્ર દેશમાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ‘સ્વચ્છ ભારત દેશના તમામ પરિવારજનોની સામૂહિક જવાબદારી છે. આ દિશામાં જનભાગીદારી ખૂબ જ જરૂરી છે.’ ત્યારે એક પગલું સ્વચ્છતા તરફ અંતર્ગત વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુર ખાતે તા. ૧ ઓક્ટોબર ૨૦૨૩ને રવિવારના રોજ મંદિરના પૂજારી સ્વામી-સંતો,કર્મચારીઓ,તાલુકા પંચાયત કચેરી-બરવાળા મામલતદાર સાહેબ એવં સ્ટાફ, ગ્રામપંચાયત કચેરી- સાળંગપુરના સભ્યોઓં,ગ્રામજનો ,તલાટી મંત્રીશ્રી, શાળાના આચાર્ય,કર્મચારીગણ અને વિદ્યાર્થીના વિગેરેના સાથ-સહયોગ તેમજ સાથે મળીને સવારે 10:00 કલાકે રસ્તા પર કચરો વાળીને શ્રમદાન કરવામાં આવેલ.
બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.