*દેત્રોજના ગમાનપુરામાં ધો.૬ થી ૮ ના વર્ગો શરૂ કરવામાં આવતા ગ્રામજનો દ્વારા રાજ્ય સરકારનો જાહેર અભિવાદન કાર્યક્રમ યોજ્યો*
*ગ્રામજનોએ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરવા પ્રતીક રૂપે શાળાના આચાર્યનું શાલ ઓઢાડી અભિવાદન કર્યું*
અમદાવાદ જિલ્લાના દેત્રોજ તાલુકાના ગમાનપુરા ગામની શાળાના ધો.૬,૭,૮ ના વર્ગો બાજુના ગામ લક્ષ્મીપુરા ખાતે મર્જ કરવામાં આવેલ હોઈ ગ્રામજનો દ્વારા અહિંસક આંદોલન કરવામાં આવ્યું હતું.. જેમાં શાળા, પંચાયત, આંગણવાડી, પોસ્ટઓફિસને તાળાબંધી કરવામાં આવી હતી. ગામની શાળામાં ધો. ૬,૭,૮ ના વર્ગો ચાલુ રાખી બાળકોને અભ્યાસ ચાલુ રાખવાની માગને લઈને દેત્રોજ ખાતે આક્રોશ રેલી યોજી તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપીને બાળકોએ પોતાની સ્લેટો મુખ્યમંત્રીને ભેટમાં આપી ગામમાં જ શાળા પુનઃશરું કરવાની માંગ કરી હતી. આ અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી રાકેશભાઈ.આર.વ્યાસનાઓએ ગામની મુલાકાત લીધી હતી. અને ગ્રામજનો અને સામાજિક અગ્રણીઓની રજૂઆત સાંભળી હતી. અને ગમાનપુરા ગામે જ ધો.૬ થી ૮ ના વર્ગો પુનઃ શરૂ કરવાનો લેખિત હુકમ કર્યો હતો. જેને લઈને ગામે શાળા રાબેતા મુજબ ચાલુ થઈ હોઈ ગ્રામજનો દ્વારા રાજ્ય સરકારનો અભિવાદન કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં વિરમગામના સામાજિક અગ્રણી અને સંયોજક. દલિત અધિકાર મંચના કિરીટ રાઠોડ, કનુભાઈ સુમેસરા(રામપુરા), અલકેશભાઈ દવે (આચાર્ય. કે.બી.શાહ શાળા.વિરમગામ) દેવુભાઈ સિંધવ (આચાર્ય. વણી હાઈસ્કૂલ ), નરોત્તમભાઈ રાઠોડ, દીપસંગજી ઠાકોર (સરપંચ), કનુભાઈ ચૌહાણ (પૂર્વ સરપંચ) એસ.એ.એમ સમિતિ ચેરમેન સહિત વડીલો, માતાઓ, બહેનો, યુવાનોએ હાજરી આપી હતી. જેમાં હાજર અગ્રણીઓએ શાળા શરૂ કરવા બદલ રાજ્ય સરકારનો હકારાત્મક અભિગમથી મર્જ કરેલ શાળાને પુનઃ ચાલુ કરેલ હોઈ રાજ્ય સરકારની પ્રસંશા કરીને જાહેર આભાર વ્યક્ત કર્યો હતો. તેમજ ગમાનપુરા ગ્રામજનોની અહિસંક લડતમાં પરિણામ મળતા સહુ ગ્રામજનોનો પણ આભાર વ્યક્ત કરવામાં આવ્યો. તેમજ બાળકોના શિક્ષણને આગળ ધપાવવા વાલીઓને અનુરોધ પણ કર્યો હતો. કાર્યક્રમના અંતે દલિત અધિકાર મંચની ટીમ દ્વારા શાળાના આચાર્યને ડૉ બાબા સાહેબ આંબેડકરની છબી આપી અને સાલ ઓઢાડીને તેમનું બહુમાન કર્યું હતું. આ પ્રસંગે સહુ ગ્રામજનો અને વાલીઓએ પ્રતિજ્ઞા લીધી હતી કે તેમના દીકરા અને દીકરીઓને પેટે પાટા બાંધીને પણ ઉચ્ચ શિક્ષણ સુધી અભ્યાસ કરાવશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.