પોલીસ પ્રજાનનો મિત્ર હોવાનું જોવા મળ્યું:ભાભરમાં પરીક્ષા આપવા જઈ રહેલા વિદ્યાર્થીને અકસ્માત નડતા પોલીસે સારવાર કરાવી પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડ્યો
પોલીસ પ્રજાનનો મિત્ર હોવાનું જોવા મળ્યું:ભાભરમાં પરીક્ષા આપવા જઈ રહેલા વિદ્યાર્થીને અકસ્માત નડતા પોલીસે સારવાર કરાવી પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડ્યો
ભાભર વિસ્તારમાં એક વિદ્યાર્થી પરીક્ષા આપવા જતા પરીક્ષાર્થી ને નડ્યો અકસ્માત ઘાયલ પરીક્ષાર્થી ની મદદે ભાભર પોલીસ પહોચીગઇ*
ભાભર ના પરીક્ષા કેન્ર્દ ના સ્થળે પહોચવા નિકળેલા યુવકને અકસ્માત થતાં પરીક્ષાર્થી ને પગે ઇજા થઇ હતી
ઘાયલ યુવકને પગના ભાગે ઇજાઓ પહોંચ્યા ને જાણ ભાભર પોલીસ ને થતાં ભાભર પોલીસ તત્કાલિક ઘટના સ્થળ પર પહોંચીજઇને યુવકની સારવાર કરાવી પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડ્યો હતો.
રાજ્યમાં 10 અને 12 બોર્ડની પરીક્ષાઓ ચાલુ છે જે અંતર્ગત મોટી સંખ્યામાં પરીક્ષાર્થીઓ પરીક્ષા સ્થળ પર અલગ-અલગ વાહનોથી પહોંચતા હોય છે.
જેમાં આજે બનાસકાંઠા જિલ્લાના ભાભરમાં પરીક્ષા આપવા જઈ રહેલા વિદ્યાર્થી અકસ્માત નો ભોગ બનતાં તેને પગના ભાગે ઇજાઓ પહોંચી હતી. બનાવની જાણ ભાભર પોલીસને થતા ભાભર પોલીસ કર્મી ઓ તત્કાલિક ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે મારૂતિ હોસ્પિટલ ભાભર ખાતે પહોંચાડી સારવાર કરાવી હતી.
ત્યાર બાદ પોલીસે વિદ્યાર્થીને તુરંત જ પરીક્ષા સ્થળ મોર્ડન સ્કૂલ ભાભર ખાતે પહોંચાડી પરીક્ષા આપવા ની તક અપાવી હતી
આમ ભાભર પોલીસે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરૂં પાડ્યું હતું.
રિપોર્ટર સુનિલભાઈ ગોકલાની ભાભર બનાસકાંઠા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.