છોટુનગરમાં નોનવેજ ઝુંટવી યુવાન પર હુમલો કરનાર ત્રણેય શખ્સોની ધરપકડ - At This Time

છોટુનગરમાં નોનવેજ ઝુંટવી યુવાન પર હુમલો કરનાર ત્રણેય શખ્સોની ધરપકડ


છોટુનગરમાં આવેલ નોનવેજની દુકાનમાંથી નોનવેજ ઝુંટવી યુવાન પર હુમલો કરનાર ત્રણેય શખ્સોની ધરપકડ ગાંધીગ્રામ પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવ અંગે હનુમાનમઢી પાસે છોટુનગર સોસાયટી શેરી નં.1 માં રહેતાં મૂળ ઉત્તરપ્રદેશના આસિફખાન મુબારકખાન પઠાણ (ઉ.વ.19) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે રચિત કડવાતર, ભરત મેઘનાથી અને અશોક મેઘનાથીનું નામ આપી જણાવ્યું હતું કે, તે તેના નાના ભાઈ રીયજ સાથે મોહસિનભાઈ સલીમભાઈ સોરઠીયાના મકાનમા રહી તેમની ચીકનની દુકનમા નોકરી કરે છે. ગઈકાલે રાત્રીના 10 વાગ્યાની આસપાસ તે તેના ભાઈ સાથે ચીકનની દુકાને હતા ત્યારે રચીત કડવાતર, ભરત મેઘનાથી અને અશોક મેઘનાથી દુકાને ચીકન લેવા આવેલ અને તેઓ વધારાનુ ચીકન માંગતા તેને ના પાડતા રચીત કડવાતરે તેની જાતે દુકાનમાંથી લેગપિસ અને કલેજી લઈ લીધેલ જેથી તેને વાધારાનું લીધેલ ચીકન પાછુ મુકી દેવાનુ કહેતા તે ઉશ્કેરાઈ ગયેલ અને દુકાનની બહાર બોલાચાલી ઝઘાડો કરવા લગેલ અને ગાળો આપી હતી.
દરમિયાન તેના ભાઈ રીયાજ દુકાનમાંથી બહાર આવી છોડાવવા વચ્ચે પડતા ભરત મેઘનાથી અને અશોક મેઘનાથીએ તેમના ભાઈને ઢીકાપાટુનો માર મારવા લાગેલ અને રચીત કડવાતરે તેની પસે રહેલ છરી વડે રીયાજને કપાળના ભાગે એક ઘા ઝીંકી દેતાં તેને લોહી નીકળવા લાગતાં 108 મારફતે સારવારમાં ખસેડેલ હતાં. ત્યારે પોલીસ આવી જતાં ભરત મેઘનાથી અને અશોક મેઘનાથીને પોલીસની ગાડીમા બેસાડી પોલીસ મથકે લઈ ગયેલ હતાં. ગાંધીગ્રામ પોલીસે ત્રણેય શખ્સો સામે ગુનો નોંધી ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.