હવેલી વિભાગના બારીયા સમાજનો સ્નેહ મિલન કાર્યક્રમ
મહીસાગર જીલ્લાના લુણાવાડા તાલુકાના સોનેલા ગામ પાસે આવેલ ક્રિસ્ટલ સ્કૂલની બાજુમાં હવેલી વિભાગ બારીયા સમાજ દ્વારા નવા વર્ષને લઈને સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ.લુણાવાડા તાલુકા હવેલી વિભાગના બારીયા સમાજ સેવા મંડળ દ્વારા નવા વર્ષને લઈને સ્નેહ મિલન સન્માન સમારોહ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવેલ હતું..જયારે દીપ પ્રાગટ્ય કરી અને કાર્યક્રમને શરૂ કરવામાં આવલે હતો.આ કાર્યક્રમમાં શૌર્યધામ ફાગવેલના પ્રમુખ ભારતસિંહ પરમાર તેમજ સમાજના હોદ્દેદારો આગેવાનો તેમજ સરપંચો અને સરકારી નોકરીમાંથી રીટાયર થયેલ કર્મચારીઓનું સ્વાગત કરવામાં આવેલ હતું.સમાજમા ચાલતા ખોટા રીતરીવાજો બંધ કરવા અને સમાજના બેન- દીકરીઓ અને ભાઈઓ ઉચ્ચ શિક્ષણ મેળવી આગળ વધે તેના પર ભાર મૂકવામાં આવ્યો હતો.જયારે મોટી સંખ્યામાં સમાજના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.આમ આનંદ ઉલ્લાસ સાથે નવા વર્ષના સ્નેહ મિલન કાર્યક્રમને સમપંન કરવામાં આવેલ હતો
રીપોર્ટ.ભીખાભાઈ ખાંટ
લુણાવાડા
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.