ગઢડા ખાતે દિવ્યાંગજનો માટે શારીરિક પડકારોમાં મદદરૂપ બનતા સાધનો નિ:શૂલ્ક મેળવવા માટેનો એસેસ્મેન્ટ કેમ્પ યોજાયો - At This Time

ગઢડા ખાતે દિવ્યાંગજનો માટે શારીરિક પડકારોમાં મદદરૂપ બનતા સાધનો નિ:શૂલ્ક મેળવવા માટેનો એસેસ્મેન્ટ કેમ્પ યોજાયો


(ચિંતન વાગડીયા દ્વારા)
બોટાદ જિલ્લા વહીવટીતંત્ર, ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ તથા ભારતીય કૃત્રિમ અંગ નિર્માણ નિગમ-ઉજ્જૈન(એલીમ્કો)ના સંયુક્ત ઉપક્રમે કેમ્પનું આયોજન થયું કેમ્પમાં મોટી સંખ્યામાં દિવ્યાંગજનો એ ઉપસ્થિત રહી વિનામૂલ્યે લાભ લીધો તમામ નાગરિકોની દરકાર કરતા સરકારશ્રી દ્વારા અનેક યોજનાઓ સુઅમલી છે. દિવ્યાંગજનોની મદદે સરકાર સુકાર્યરત છે. ત્યારે બોટાદ જિલ્લા વહીવટીતંત્ર, ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ તથા ભારતીય કૃત્રિમ અંગ નિર્માણ નિગમ-ઉજ્જૈન(એલીમ્કો)ના સંયુક્ત ઉપક્રમે દિવ્યાંગજનો માટે શારીરિક પડકારોમાં મદદરૂપ બનતા સાધનો નિ:શૂલ્ક મેળવવા માટેનો એસેસ્મેન્ટ કેમ્પ ગઢડા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે યોજાયો હતો આ કેમ્પમાં મોટી સંખ્યામાં દિવ્યાંગજનો એ ઉપસ્થિત રહી વિનામૂલ્યે લાભ લીધો હતો એસેસ્મેન્ટ દરમિયાન એલીમકોના નિષ્ણાત તજજ્ઞોના અભિપ્રાય મુજબ લાયક ઠરેલા લાભાર્થીઓને તેમની દિવ્યાંગતા અનુરૂપ નિયત કરેલ સાધનો આગામી સમયમાં નિ:શુલ્ક આપવામાં આવશે આ તકે બોટાદ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી સુભાષભાઈ ડવ સહિતના અધિકારીઓ, જિલ્લા સમાજ સુરક્ષા કચેરી અને જિલ્લા બાળ સુરક્ષાના કર્મયોગીઓ તેમજ મોટી સંખ્યામાં દિવ્યાંગજનો ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.