‘તે મારી બહેન જેવી છે’: ધરપકડ બાદ બીજેપી નેતા શ્રીકાંત ત્યાગીના સૂર બદલાયા
- સૂરજપુર કોર્ટે ત્યાગીને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો છેનોઈડા, તા. 10 ઓગષ્ટ 2022, બુધવારમહિલા સાથે ઉદ્ધત વર્તન કરવાના આરોપમાં ધકરપકડ કરવામાં આવેલ શ્રીકાંત ત્યાગીએ મંગળવારે કહ્યું કે, પીડિત મહિલા તેની બહેન જેવી છે. મને રાજકીય રીતે નષ્ટ કરવા મારી વિરુદ્ધ આ ષડયંત્ર રચવામાં આવ્યું છે. બીજી તરફ નોઈડાની ગ્રાન્ડ ઓમેક્સ સોસાયટીમાં એક મહિલા સાથે મારપીટ અને ઉદ્ધત વર્તનના કેસમાં સૂરજપુર કોર્ટે ત્યાગીને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો છે. કોર્ટમાંથી જતી વખતે મીડિયા સાથે વાત કરતા ત્યાગીએ કહ્યું કે તેણે જે મહિલા સાથે ઉદ્ધત વર્તન કર્યું હતું તે તેની બહેન જેવી હતી. તેમજ દાવો કર્યો હતો કે, આ ઘટના રાજકીય છે અને તેને રાજકીય રીતે ખતમ કરવા માટે કરવામાં આવી છે.ગઈ કાલે શ્રીકાંત ત્યાગીની પોલીસે મેરઠથી ધરપકડ કરી હતી. શ્રીકાંત ત્યાગી સહિત કુલ ચાર લોકોની મેરઠમાંથી ધરપકડ કરવામાં આવી હતી. શ્રીકાંત ત્યાગી શનિવારથી ફરાર હતો અને ઘટનાના 3 દિવસ બાદ યુપી પોલીસે તેની ધરપકડ કરી હતી. યુપી પોલીસે તેના પર 25,000 રૂપિયાનું ઈનામ પણ રાખ્યું હતું.ગૌતમ બુદ્ધ નગર પોલીસના કમિશનર આલોક સિંહે કહ્યું કે, અમારી સોશિયલ મીડિયા ટીમ તરફથી એક નોટિફિકેશન આવે છે તેમાં ઓમેક્સનો વીડિયો હતો. અમે તેની તાત્કાલિક નોંધ લીધી. આ વીડિયો 5 ઓગસ્ટની ઘટનાનો હતો. અમે પીડિતાનો સંપર્ક કર્યો. ત્યારબાદ પીડિતાની ફરિયાદ લઈને અમે આરોપીની શોધ શરૂ કરી. આરોપીઓને પકડવા માટે 12 ટીમો બનાવવામાં આવી હતી. આરોપી યુપીની બહાર પણ ગયો હતો. તેને શોધવા માટે ટેકનિકલ તપાસ, સીસીટીવી ફૂટેજની તપાસ શરૂ કરી. આરોપી ખૂબ જ ચાલાકીથી પોલીસથી બચતો રહ્યો. પરંતુ અંતે તેની ધરપકડ કરી લેવામાં આવી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.