વિશ્વ વન દિવસ નાલંદા સ્કૂલ વિરનગરના ધોરણ 7 ના વિદ્યાર્થીઓ દ્વારા કરાઈ ઊજવણી
(રિપોર્ટ ભરત ભડણીયા)
"મારુ જતન એ વૃક્ષ નુ જતન" શાળા ના બાળકો દ્વારા પોતાના ઘર આંગણે એક વૃક્ષ વાવી વન દિવસ ની ઉજવણી કરી હતી. દર વર્ષે 21 માર્ચે વિશ્વ વન દિન નિમિત્તે, વૃક્ષો અને જંગલોનું મહત્વ પારખવા અને તેની રક્ષા માટે પગલાં લેવા માટે આંતરરાષ્ટ્રીય વન દિવસની ઉજવણી કરવામાં આવે છે. દિવસે ને દિવસે પૃથ્વી નુ તાપમાન વધતુ જાય છે. ત્યારે તાપમાન વધતુ અટકાવવા માટે પોતાના પરિવારના સભ્યો દિઠ એક વૃક્ષ વાવીએ તો આવનાર સમયમાં વધતા તાપમાનને આપણે અટકાવી, આપણી આવનારી પેઢી માટે કુદરતી વાતાવરણ વચ્ચે ઊભા રહી શકે તે માટે વૃક્ષ વાવીએ અને પર્યાવરણ નુ જતન કરીએ. તેથી શાળાના બાળકો દ્વારા વિશ્વ વન દિવસ નિમિત્તે પર્યાવરણના જતન માટે પોતાના આજુબાજુ વિસ્તારમાં રહેલા વૃક્ષો નુ જતન કરીશું. બાળકો દ્વારા શાળાના પ્રાંગણમાં વૃક્ષ વાવી રોપણી કરી અને પાણી પણ આપીશુ. તેવા વિચાર સાથે ઊજવણી કરવામાં આવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
