બરવાળા શહેરના મુખ્ય માર્ગો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે તાજિયા નું જૂલુસ નીકળ્યું
બરવાળા શહેરમાં મુસ્લિમ સમાજ દ્વારા વર્ષોથી હિન્દુ મુસ્લિમ ભાઈચારા સાથે મહોરમ પર્વની ઉજવણી કરવામાં આવે છે ત્યારે આજે જેમાં મુસ્લિમ સમાજના મોહરમ મહિનાના 9 અને 10 માં દિવસે કાઢવામાં આવ્યું હતું શહેરના તમામ મુખ્ય માર્ગો પર જુલુસ નીકળ્યું હતું સમગ્ર રાજ્યમાં આજે મુસ્લિમ બિરાદરો દ્વારા મહોરમની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે ઠેર ઠેર કલાત્મક તાજીયા બનાવીને શહેરના માર્ગો પર ઝુલુસ કાઢવામાં આવે છે ત્યારે બરવાળા શહેર મુસ્લિમ બિરાદરો દ્વારા કલાત્મક તાજીયાનું જૂલુસ યોજવામાં આવ્યું હતું બરવાળા શહેરમાં કુંડળ દરવાજા વિસ્તારથી શરૂઆત કરીને સોની શેરી, ખમીદાણા દરવાજા, જગાતનાકા, વાગડિયા શેરી, રોજીદ દરવાજા, રોકડિયા હનુમાનજી મંદિર સહિતના માર્ગો પર તાજીયા ઝુલુસ નીકળ્યું હતું જ્યારે ઠેર ઠેર હિન્દુ મુસ્લિમ સમાજ દ્વારા તાજીયાનું સ્વાગત કરવામાં આવ્યું છે તેમજ સમગ્ર તાજીયા ઝુલુસ દરમિયાન બરવાળા પોલીસ દ્વારા તકેદારીના ભાગરૂપે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.