ફર્નીચરની દુકાનના માલીક અને પુત્રો પર જીવલેણ હુમલો - At This Time

ફર્નીચરની દુકાનના માલીક અને પુત્રો પર જીવલેણ હુમલો


ફર્નીચરની દુકાનના માલીક અને પુત્રો પર જીવલેણ હુમલો

શહેરનાં ભાવનગર રોડ પર આવેલી મહાકાળી ફર્નીચરની દુકાનના માલીક અને તેના બે પુત્રોને દસેક જેટલા શખ્સોએ લાકડી,ધારીયા જેવા હથીયારોથી મારમારી તમામ શખ્સો ફરાર થયા હતા.જ્યારે પિતા અને પુત્રોને ઈજાઓ થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.પંદર દિવસ પહેલા થયેલ બોલાચાલીની દાઝ રાખી માર માર્યા હોવાનું ઈજાગ્રસ્તે જણાવ્યું હતું.જ્યારે સમગ્ર મામલે પોલીસે ત્રણ શખ્સો વિરૃધ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.