*દિવ્યાંગ સાધન સહાય યોજનાનો લાભ લેવા ઇચ્છુક દિવ્યાંગજનો ઇ-સમાજ કલ્યાણ પોર્ટલ પર તા.૩૧ મી જુલાઇ સુધી ઓનલાઇન અરજી કરી શકશે* - At This Time

*દિવ્યાંગ સાધન સહાય યોજનાનો લાભ લેવા ઇચ્છુક દિવ્યાંગજનો ઇ-સમાજ કલ્યાણ પોર્ટલ પર તા.૩૧ મી જુલાઇ સુધી ઓનલાઇન અરજી કરી શકશે*


*દિવ્યાંગ સાધન સહાય યોજનાનો લાભ લેવા ઇચ્છુક દિવ્યાંગજનો ઇ-સમાજ કલ્યાણ પોર્ટલ પર તા.૩૧ મી જુલાઇ સુધી ઓનલાઇન અરજી કરી શકશે*
---------------
*બોટાદ જિલ્લાના દિવ્યાંગજનોને દિવ્યાંગ સાધન સહાય યોજનાનો વધુમાં વધુ લાભ લેવા જાહેર અનુરોધ*
---------------

માહિતી બ્યુરો,બોટાદ તા.૨૯ :- ગુજરાત સરકાર દ્વારા દિવ્યાંગજનો માટે દિવ્યાંગતાલક્ષી અને રોજગારલક્ષી સાધનો આપવાની દિવ્યાંગ સાધન સહાય યોજના અમલીકૃત છે. દિવ્યાંગજન આર્થિક રીતે સક્ષમ બની સ્વરોજગારી મેળવી શકે તે હેતુસર રોજગારલક્ષી તથા દિવ્યાંગલક્ષી એમ બે પ્રકારના સાધનો રાજ્ય સરકારના સંવેદનશીલ અભિગમ થકી આપવામાં આવે છે. સમાજ સુરક્ષા પ્રભાગ દ્વારા દિવ્યાંગલક્ષી સાધનોમાં ટ્રાયસીકલ, વ્હિલચેર, બૌધ્ધિક અસમર્થતા ધરાવતા વ્યક્તિ માટે એમ.આર.કિટ, દ્રષ્ટીહીન પ્રજ્ઞાચક્ષુ માટે ફોલ્ડીંગ સ્ટીક, સંગીતના સાધનો વગેરે અને રોજગારલક્ષી સાધનોમાં સિલાઇ મશીન, દહીં-દુધના સાધનો, ફ્લોર મીલ, મસાલા મીલ, સેન્ટિંગ કામના સાધનો, સુથારી કામના સાધનો, ખેડૂત લક્ષી લુહારી કામ કિટ, વિવિધ પ્રકારની લારી, ગરમ, ઠંડા પીણા, અલ્પાહાર વેચાણ, પંચર કિટ વગેરે કિટો પાંચ વર્ષમાં એકવાર મળવાપાત્ર છે.

હાલ ગુજરાત સરકારના ઇ-સમાજ કલ્યાણ પોર્ટલ https://esamajkalian.gujarat.gov.in પર દિવ્યાંગ સાધન સહાય યોજના હેઠળ ઓનલાઇન અરજી કરવાની ચાલુ થયેલ છે અને તા.૩૧/૦૭/૨૦૨૨ સુધીમાં આ યોજનામાં અરજી કરી શકાશે. જેથી બોટાદ જિલ્લાના દિવ્યાંગજનોને આ યોજનાનો વધુમાં વધુ લાભ લેવા જાહેર અનુરોધ કરાયો છે. વધુ માહિતી માટે જિલ્લા સમાજ સુરક્ષા કચેરી, બ્લોક નં.એ/જી/૮-૯, જિલ્લા સેવા સદન, ખસ રોડ, બોટાદ અથવા ફોન નં.(૦૨૮૪૯) ૨૭૧૩૨૩ ઉપર સંપર્ક સાધવો તેમ, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી તરફથી એક અખબારી યાદીમાં જણાવાયું છે.
૦૦૦૦


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.