ઉનાળા નું અમૃત છાસ વિતરણ કેન્દ્ર નો રામનવમી ના પાવન પર્વ એ ગાયત્રી મંદિર ખાતે પ્રારંભ
દામનગર ઉનાળા નું અમૃત છાસ વિતરણ કેન્દ્ર નો રામનવમી ના પાવન પર્વ એ ગાયત્રી મંદિર ખાતે જ્યોત્સનાબેન વાઢેર ના વરદહસ્તે પ્રારંભ દામનગર ગાયત્રી મંદિર ખાતે વિવિધ સંસ્થા ઓના સંકલન થી છાસ વિતરણ કેન્દ્ર નો માનવતાવાદી તબીબ સ્વ ડો R.N.વાઢેર પરિવાર ના જ્યોત્સનાબેન ના વરદહસ્તે પ્રારંભ કરાયો દામનગર શહેર માં હજારો પરિવાર ગિષ્મ ની કાળઝાળ ગરમી માં સંપૂર્ણ વિના મૂલ્યે નિયમિત છાસ મળી રહે તેવા ઉમદા હેતુ એ જીવદયા પરિવાર નંદીસેવા ટ્રસ્ટ ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ ગાયત્રી પરિવાર લેઉવા પટેલ પ્રગતિ મંડળ અમસૂયા ક્ષુધાકેન્દ્ર સિનિયર સીટીઝન સહિત ની સામાજિક સંસ્થા ઓના સંકલન થી ઉનાળા ના અમૃત સમાન છાસ વિતરણ કેન્દ્ર નો જ્યોત્સનાબેન રસિકલાલ વાઢેર ના વરદહસ્તે પ્રારંભ કરાયો હતો આ પ્રસંગે માર્કેટયાર્ડ ના પ્રમુખ ભગવનભાઈ નારોલા દામનગર નગરપાલિકા પ્રમુખ ગોબરભાઈ નારોલા અમરશીભાઈ નારોલા ભરતભાઇ ભટ્ટ જીતુભાઇ બલર લાભુભાઈ નારોલા ધીરૂભાઇ નારોલા જયતિભાઈ નારોલા મનસુખભાઈ નારોલા નંદીશાળા ગોરધનભાઇ આસોદરિયા ડો મોહિત વાઢેર કિશોરભાઈ વાજા ભોળાભાઈ આલગિયા ધીરભઇ સોલકી ભગત દીપકભાઈ રાવળ કાસમભાઈ અમિષામિલ નિખિલભાઈ દીક્ષિત વ્યાસભાઈ ગાયત્રી પરિવાર રમેશભાઈ જોશી સુરેશભાઈ મકવાણા બુધાભાઈ વનરા પ્રકાશભાઈ આસોદરિયા નટુભાઈ આસોદરિયા સુરેશભાઈ અજમેરા શ્રેણીકભાઈ ડગલી સહિત સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓના અગ્રણી ઓની ઉપસ્થિતિ માં છાસ વિતરણ સેવા નો પ્રારંભ કરાયો હતો દૈનિક સવાર ના ૬-૩૦ કલાક થી ૭-૩૦ કલાક સુધી નિયમિત રીતે ગાયત્રી મંદિર ખાતે થી જરૂરિયાતમંદ પરિવારો એ છાસ મેળવી લેવા અનુરોધ કરાયો હતો
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.