રાજકોટ શહેર ICDS વિભાગ દ્વારા આંગણવાડીઓ ખાતે ‘પોષણમાહ’ ની ઉજવણી કરાઈ. - At This Time

રાજકોટ શહેર ICDS વિભાગ દ્વારા આંગણવાડીઓ ખાતે ‘પોષણમાહ’ ની ઉજવણી કરાઈ.


રાજકોટ શહેર તા.૧૫/૯/૨૦૨૨ ના રોજ મહિલા અને બાળકોના શિક્ષણ અને સ્વાસ્થય પરત્વેની પ્રવૃતિઓ વધુ સઘન રીતે અમલમાં આવી શકે અને તેની ફલશ્રૃતી થઈ શકે તે હેતુથી મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ભારત સરકાર દ્વારા દર વર્ષની જેમ વર્ષ-૨૦૨૨ ના સપ્ટેમ્બર માસને ‘પોષણમાહ’ તરીકે ઉજવવાની સુચના મળેલ છે. ભારત સરકારશ્રીની સુચના અને ગુજરાત સરકાર મહિલા અને બાળ વિકાસ વિભાગના સીધા માર્ગદર્શન હેઠળ હાલ રાજકોટ મહાનગરપાલિકાના ICDS વિભાગ દ્વારા ‘પોષણમાહ’ ની ઉજવણી દરેક આંગણવાડીઓ ખાતે કરવામાં આવે રહી છે. ‘એક કદમ સ્વચ્છતા કી ઔર’ થીમ બઈઝ પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે. વિવિધ વિભાગો સાથેનું સંકલન પરામર્શ કરી વિવિધ પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં હાલ તમામ આંગણવાડીઓ ખાતે કિશોરીઓની ‘સ્વસ્છતા’ જાગૃતી અભિયાન હેઠળ કિશોરીઓને માસિક સ્ત્રાવ બાબતોની ચર્ચા સમજુતી તથા સ્વસ્છતા જાગૃતી ફેલાવવામાં આવી રહી છે. માતાઓને સ્તનપાનની સમજુતી ૬ વર્ષથી ઓછા બાળકોમાં એનીમીયાના લક્ષણો જોવા મળે તો હેલ્થ ચેકઅપ કરાવવા જેવી બાબતોપોષણ અભિયાન હેઠળ પાર પાડવામાં આવી રહી છે. પોષણ અભિયાનના પ્રારંભીક તબક્કામાં કુલ ૯૪૮૪ શાળાએ જતી ન જતી કિશોરીએ સ્વસ્છતા જાગૃતી અભિયાનમાં ભાગ લીધેલ છે. વધુમાં “કુપોષણ સે સુપોષણ કી ઔર” અભિયાન હેઠળ રાજકોટ મહાનગરપાલિકાના ૧૬૪૩ કુલ મધ્ય અને અતિ કુપોષિત બાળકોની વિશેષ સવલતો આપવામાં આવી રહી છે.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.