મહેમદાવાદ નોલેજ હાઈસ્કૂલ ખાતે ‘વાર્ષિકોત્સવ પર્વ’ ની ભવ્ય ઉજવણી.
નોલેજ હાઈસ્કૂલ, મહેમદાવાદ ખાતે તારીખ ૯ ફેબ્રુઆરી ૨૦૨૪ ને શુક્રવારના રોજ ગુજરાતી માધ્યમ તથા તારીખ ૧૦ ફેબ્રુઆરી ૨૦૨૪ ને શનિવારના રોજ અંગ્રેજી માધ્યમ દ્વારા 'વાર્ષિકોત્સવ પર્વ' નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી,
કાર્યક્રમમાં 'આગમન' અંતર્ગત 'વાર્ષિકોત્સવ પર્વ' ના નિમંત્રણને હર્ષોલ્લાસ સહ સ્વીકાર કરીને અત્રે ઉપસ્થિત કાર્યક્રમના મુખ્ય અતિથિ વિશેષ મહેમદાવાદના મા.ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ, ખેડા જિલ્લા રિટાયર્ડ જિલ્લા શિક્ષણાધિકારી મા.ડી.જી.પટેલ, શાળાના ટ્રસ્ટી મા.તુષારભાઈ, મા.આચાર્ય વિષ્ણુભાઈ તથા સ્વપ્નિલભાઈ ભગવાન શ્રી સ્વામિનારાયણની દિવ્યમૂર્તિ સમક્ષ દીપ પ્રાગટ્ય કરી ઉપસ્થિત મહેમાનોને પુષ્પગુચ્છ આપી હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું,
કાર્યક્રમનું સમગ્ર સંચાલન શાળાના બંને માધ્યમના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમ અંતર્ગત શાળાના વિદ્યાર્થીઓ દ્વારા જુદા-જુદા નૃત્ય,ગીત-સંગીત,દેશભક્તિ નાટક તેમજ આપણે સૌ જાણીએ છીએ અયોધ્યા મંદિરમાં પ્રભુ શ્રી રામ ની દિવ્યમૂર્તિ ની પ્રતિષ્ઠા થઈ તે પરંપરાને અત્રે ઉપસ્થિત દરેકમાં જીવંત રાખવા માટે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા 'પ્રભુ શ્રી રામનું આગમન' એ અંતર્ગત ભવ્ય રજૂઆત કરતા ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું,
કાર્યક્રમના અંતે મુખ્ય અતિથિ વિશેષ મહેમદાવાદના મા.ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ દ્વારા કાર્યક્રમાં સંબોધન કરતા જણાવ્યું હતું કે નોલેજ હાઈસ્કૂલ દ્વારા આવા અનેક કાર્યક્રમો યોજવામાં આવે છે જેના દ્વારા વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને ખીલવવામાં આ શાળાના તમામ શિક્ષકો ની જ મહેનત છે તેને બિરદાવી હતી તથા તમામ વિદ્યાર્થીઓ દ્વારા જે કંઈ પણ રજૂઆત કરવામાં આવી હતી એની ખૂબ જ પ્રશંસા કરવામાં આવી હતી,
બીજી તરફ વિવિધ વિદ્યાર્થીઓ દ્વારા કાર્યક્રમ અંતર્ગત જુદી જુદી રજૂઆતોને નિહાળી રહેલા અત્રે ઉપસ્થિત વિદ્યાર્થીઓ તથા ૩૦૦૦ કરતા પણ વધુ વાલીઓમાં હર્ષોલ્લાસની લાગણી છવાઈ ગયેલ હતી,કાર્યક્રમના અંતે રાષ્ટ્રગાન પૂર્ણ થયા બાદ અત્રે ઉપસ્થિત સર્વે મહેમાનો, શિક્ષકગણ, વિદ્યાર્થીઓ તથા વાલીઓ એ સાથે સુરુચિ ભોજન લઈને વિદાય થયા હતા.
source :- Virang Mehta ( Mahemdabad )
Report by :- Keyur Thakkar Ahmedabad
9879218574
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.