મ્યુનિ.બોર્ડ બેઠકમાં ગંભીર આક્ષેપ, નોકરીમાંથી બરતરફ કરાયેલા અધિકારીને ડે.કમિશનર બનાવાયા
અમદાવાદ,શુક્રવાર,24
જુન,2022મ્યુનિસિપલ કોર્પોરેશનની માસિક સામાન્ય સભામાં કોંગ્રેસના
ચાંદખેડા વોર્ડના કોર્પોરેટર રાજશ્રી કેસરીએ ગંભીર આક્ષેપ કરતા કહ્યુ,ભૂતકાળમાં જેમને
નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યા હતા એવા અધિકારીને દક્ષિણ ઝોનના ઈન્ચાર્જ ડેપ્યુટી
કમિશનર બનાવી દેવાયા છે.ઉપરાંત એસેસર અને ટેકસ કલેકટર ૨૬ વર્ષથી અને ચીફ એકાઉન્ટટ
૧૩ વર્ષથી એક જ વિભાગમાં ફરજ બજાવી રહ્યા છે. મ્યુનિ.તંત્ર તરફથી જે અધિકારી-કર્મચારીઓ એક હજાર કે તેથી
વધુ દિવસથી એક જ જગ્યા ઉપર ફરજ બજાવતા હોય એમની બદલી કરવાના નિર્ણય અંગે બોર્ડ
બેઠકમાં રજુઆત કરતા કોંગ્રેસના ચાંદખેડા વોર્ડના કોર્પોરેટર રાજશ્રી કેસરીએ કહ્યુ,મારે મ્યુનિસિપલ
કમિશનરને પુછવું છે કે,શું
વહીવટી તંત્રને સારા કોઈ અધિકારી મળતા જ નથી?દક્ષિણ
ઝોનમાં જેમને ઈન્ચાર્જ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરનો ચાર્જ સોંપવામાં આવ્યો છે એ
દિપક ત્રિવેદી જુનિયર છે.આ અધિકારીનો ભૂતકાળ વિવાદાસ્પદ રહ્યો છે.વિવાદાસ્પદ હોવા
છતાં તેમને બી.આર.ટી.એસ.નો ચાર્જ અપાયો હતો.અગાઉ તેમને નોકરીમાંથી બરતરફ પણ કરાયા
હતા.એસેસર અને ટેકસ કલેકટર દેબાશિષ બેનરજી તેમની નિમણૂંક સમયથી એટલે કે ૨૬ વર્ષથી
ટેકસ વિભાગમાં અને ચીફ એકાઉન્ટન્ટ અમિષ શાહ નાણાં વિભાગમાં ફરજ બજાવી રહ્યા
છે.વિજિલન્સ વિભાગમાં હીના ભાથાવાલા છેલ્લા છ વર્ષથી એક જ વિભાગમાં ફરજ બજાવે છે.
ટેકસ વિભાગ અને એકાઉન્ટ વિભાગની કામગીરી શંકાના દાયરામાં
છે.જયારે રેવન્યુ કમિટીના ચેરમેન પોતે ૨.૨૩ કરોડના આર્થિક વ્યવહાર માટે પોલીસ
ફરિયાદ કરવા અને વિજિલન્સ તપાસ માટે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખે આમ છતાં ચાલીસ
દિવસ પછી પણ કાર્યવાહી ના થાય એ ભાજપ,કોંગ્રેસ
અને આ શહેરના લોકો માટે શરમજનક બાબત કહી શકાય.એકાઉન્ટ વિભાગમાં છેલ્લા દસ વર્ષથી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને મળેલી ગ્રાન્ટનો કોઈ હીસાબ જ મળતો નથી.ચીફ
એકાઉન્ટન્ટ આર્થિક ફાયદા માટે એક જ જગ્યાએ છે.મ્યુનિ.ને મળતી ગ્રાન્ટનું
રિકાન્સીલેશન થવુ જરુરી છે પણ અહીં હીસાબ મળતો નથી.ચીફ એકાઉન્ટન્ટ સામે વિજિલન્સ
તપાસ થવી જોઈએ અને બજેટમાં જે ગ્રાન્ટ મળી છે તેનો હીસાબ મળવો જોઈએ કેમકે લોકોએ
ભરેલા ટેકસના નાણાં છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.