રતનપર શેરી નંબર 17 માતૃછાયા મકાનમાં થયેલ ચોરીનો ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી મુદ્દામાલ સાથે ત્રણ ઈસમો ઝડપાયા.
ચાંદીના છડા શેર વાડા એક જોડ તથા બીજા ચાંદી છેડા ચાર જોડી તથા ચાંદીની લગડી એક તથા ચાંદીની લકી એક તથા ચાંદીની નાની લકી બે સહીત મુદ્દામાલ કબજે કર્યો.
સુરેન્દ્રનગર જીલ્લામાં બનતા મિલકત સબંધી ગુન્હાઓ અટકાવવા તથા મિલકત સબંધી અનડીટેક્ટ ગુન્હાઓ ડીટેક્ટ કરી મુદ્દામાલ રીકવર કરવા સુચના કરેલ હોય જે અન્વયે જોરાવરનગર પોલીસ સ્ટેશન ખાતે ૨૪/૦૭/૨૦૨૪ ના રોજ રજીસ્ટર થયેલ હોય જે ગુન્હો અનડીટેક્ટ હોય જેથી અમારી સુચના મુજબ સર્વેલન્સ સ્ટાફના માણસો સદરહુ ઘરફોડ ચોરીના ગુન્હા કામેના ચોર મુદ્દામાલની તપાસમા પોલીસ સ્ટેશન વિસ્તાર પેટ્રોલિંગમાં હતા તે વખતે સર્વેલન્સ ટીમના પીએસઆઇ ડી ડી ચુડાસમા,પો.હે.કો. અશોકસિંહ, અમિતભાઈ, વિજયસિંહ, મીતભાઈ, અનિલ સિંહ સહિત સમગ્ર ટીમ દ્વારા સંયુક્ત રીતે મળેલ ચોક્કસ બાતમી હકીકત આધારે, રતનપર સર્કીટ હાઉસથી રીવરફ્રન્ટ જતા કોઝવે નીચેથી ત્રણ ઇસમો જેમાં સોહિલ ઉર્ફેર ડકુર સલીમભાઈ મહમદભાઈ દિવાન રહે રતનપર જોરાવનગર પોલીસ સ્ટેશન સામે, સદામ ઉર્ફે જેડો કરીમભાઈ જેડા રહે રતનપર શાંતિનગર પાછળ યુસુફભાઈ હેદરભાઈ સામતાણીના મકાનમાં, ઈમ્તિયાઝ ઉર્ફે વલ્વો અજીતભાઈ ઉર્ફે અજોભાઈ મોવર રતનપર હસ્તાપીરની દરગાહ પાછળ જોરાવરનગર પોલીસ સ્ટેશન સામે વઢવાણ પાસેથી ઉપરોક્ત ઘરફોડ ચોરીમા ગયેલ મુદ્દામાલ પૈકી ચાંદીના છડા શેર વાડા એક જોડ તથા બીજા ચાંદી છડા ચાર જોડી તથા ચાંદીની લગડી એક તથા ચાંદીની લકી એક તથા ચાંદીની નાની લકી બેના મુદ્દામાલ સાથે પકડી પાડી ઘરફોડ ચોરી ગુન્હો ડીટેક્ટ કરી મજકુર તમામ ઇસમો વિરૂધ્ધ આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરેલ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.