મહારાષ્ટ્રમાં આજે MVMની બેઠક:સીટ શેરિંગ અંગે 3 દિવસ સુધી ચર્ચા થશે; કોંગ્રેસ 288માંથી 120 સીટો પર ચૂંટણી લડવા તૈયાર - At This Time

મહારાષ્ટ્રમાં આજે MVMની બેઠક:સીટ શેરિંગ અંગે 3 દિવસ સુધી ચર્ચા થશે; કોંગ્રેસ 288માંથી 120 સીટો પર ચૂંટણી લડવા તૈયાર


મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં સીટ શેરિંગ અંગે મહા વિકાસ અઘાડી (MVA) 18 થી 20 સપ્ટેમ્બર સુધી મુંબઈમાં બેઠક યોજશે. શિવસેનાના નેતા સંજય રાઉતે મંગળવારે (17 સપ્ટેમ્બર) આ માહિતી આપી હતી. રાઉતે કહ્યું કે ગઠબંધનમાં દરેક પાર્ટીને કેટલી સીટો અને ક્યાં મળશે તેની ફોર્મ્યુલા નક્કી કરવામાં આવશે. બેઠકોની વહેંચણી અંગેનો નિર્ણય ઉમેદવારોની જીતની સંભાવનાના આધારે લેવામાં આવશે. MVA ગઠબંઘનમાં ઉદ્ધવ ઠાકરેની શિવસેના (UBT), શરદ પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદ પવાર) અને કોંગ્રેસનો સમાવેશ થાય છે. લોકસભા ચૂંટણીમાં 13 બેઠકો જીત્યા બાદ કોંગ્રેસનું મનોબળ વધ્યું છે. આ કારણોસર પાર્ટી વધુ સીટોની માંગ કરી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કોંગ્રેસ મહારાષ્ટ્રની કુલ 288 વિધાનસભા સીટોમાંથી લગભગ 110-120 સીટો પર વિધાનસભા ચૂંટણી લડવા માંગે છે. 31 ઓગસ્ટે મહાયુતિની બેઠક યોજાઈ હતી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે મહાગઠબંધન (ભાજપ, શિવસેના અને NCP) ની બેઠકનો બીજો રાઉન્ડ 31 ઓગસ્ટના રોજ યોજાયો હતો. એનસીપીના સૂત્રોએ ANIને જણાવ્યું કે 3 કલાક સુધી ચાલેલી આ બેઠકમાં મહારાષ્ટ્રની 288માંથી 173 બેઠકો પર સમજૂતી થઈ હતી. ભાજપને વધુમાં વધુ બેઠકો આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. ભાજપ પછી શિવસેના અને એનસીપીને બેઠકો મળશે. જો કે ક્યા પક્ષને કેટલી બેઠકો આપવા માટે સહમતી થઈ હતી તે અંગેની માહિતી બહાર આવી નથી. બેઠકમાં બાકીની 115 સીટ નક્કી કરવામાં આવશે. સીટ શેરિંગને આખરી ઓપ આપવા માટે વધુ 2-3 રાઉન્ડ બેઠકો થશે. ભાજપ-શિવસેના (શિંદે જૂથ) સરકારનો કાર્યકાળ નવેમ્બર 2024માં પુરો થશે લોકસભા ચૂંટણીમાં ભાજપને માત્ર 9 સીટ મળી હતી 2019માં યોજાયેલી છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 104 સીટ જીતી હતી. ભાજપની આગેવાની હેઠળના મહાયુતિ ગઠબંધનમાં વર્તમાન મુખ્યમંત્રી એકનાથ શિંદેની શિવસેના અને અજિત પવારની એનસીપીનો સમાવેશ થાય છે. લોકસભા ચૂંટણી 2024માં ભાજપ મહારાષ્ટ્રમાં 48માંથી માત્ર 9 સીટો જીતી શક્યું હતું. ગઠબંધન સાથી એનસીપીએ એક બેઠક જીતી હતી. શિવસેના (શિંદે જૂથ) 7 બેઠકો જીતી. આ સમાચાર પણ વાંચો... મહારાષ્ટ્ર બીજેપી પ્રવક્તાએ કહ્યું- NCPએ NDA છોડી દેવુ જોઈએ, અજિત પવારે આપ્યો જવાબ- અમે PM અને શાહ સાથે વાત કરીએ છીએ મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી પહેલા મહાગઠબંધન (ભાજપ, શિવસેના-શિંદે જૂથ, એનસીપી)ના નેતાઓ એકબીજા વિરુદ્ધ નિવેદનો આપી રહ્યા છે. ભાજપના પ્રવક્તા ગણેશ હેકે કહ્યું હતું કે એનસીપીએ મહાગઠબંધન છોડી દેવું જોઈએ. આ અંગે ડેપ્યુટી સીએમ અજિત પવારે શનિવારે સવારે કહ્યું- અમે PM અને શાહ સાથે વાત કરીએ છીએ, આવા કાર્યકરો સાથે નહીં.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.