રાજકોટમાં અક્ષર માર્ગ પર યોગા ટીચર સામે વિકૃત શખ્સે ન કરવાની હરકતો કરી
રાજકોટના અક્ષરમાર્ગ પર એપાર્ટમેન્ટમાં લીફટ પાસે યોગા ટીચરની સામે એક શખ્સે વિકૃત હરકતો કરી હતી શખ્સે પોતાનું પેન્ટ કાઢી છેડતી કરી અને ત્યાંથી જતા રહેવાનું કહેતા આરોપી શખ્સે યોગા ટીચરને મારમારી ગળું દબાવવાની કોશિષ કરી હતી.આ અંગે મહિલાએ માલવીયા પોલીસ મથકમાં કલમ 354(એ),323 હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.જે મામલે એએસઆઈ ગીતાબેન પંડ્યા તપાસ ચલાવી રહ્યા છે.
નાનામવા રોડ પર રહેતા મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,પોતે અક્ષરમાર્ગ ઉપર એપાર્ટમેન્ટમાં યોગા ક્લાસીસમાં યોગા ટીચર તરીકે નોકરી કરે છે.તેઓ ગઈકાલે વહેલી સવારના સમયે ઘરેથી ટુ વ્હીલર લઈ યોગા ક્લાસીસ ઉપર જવા નિકળેલા હતા અને લગભગ સવારના સાડા છએક વાગ્યે ત્યાં પહોંચેલ ત્યારે ત્યાં એક અજાણ્યો શખ્સ માસ્ક પહેરી તેના ટુ વ્હીલર ઉપર બેઠો હતો અને મહિલા પોતાનું મેસ્ટ્રો પાર્ક કરી અંદર જવા ગયા તે પહેલા આ શખ્સ અંદર જઈ લીફ્ટ ખુલી રાખી ઉભો હતો.જેથી મહિલાએ તેને જવા કહ્યું હતું.પરંતુ આ શખ્સે મહિલાને જવા કહ્યું જેથી પોતે લીફટમાં જઈ લીફટનો દરવાજો બંધ કરવા જતા આ શખ્સે તેનો હાથ લીફટના દરવાજામાં રાખી લીફ્ટ નો દરવાજો ખોલ્યો હતો.
આ સમય દરમિયાન આ શખ્સે પેન્ટ કાઢી વિકૃત હરકતો કરવા લાગ્યો હતો અને જેથી મહિલા પોતાના હાથમાં રહેલ યોગા મેટ આડી રાખી લીફટની બહાર નિકળી ગઈ હતી.આ અજાણ્યા શખ્સને ત્યાંથી જવાનું કહેતા તેમણે મહિલાને સીડી ચડવાનુ કહ્યું હતું અને જેથી તેને ફરીથી અહિંથી ચાલતો થા નહિતર બુમો પાડીશ તેમ કહેતા આ અજાણ્યા શખ્સે મહિલાને માથાના ભાગે તથા ગાલ ઉપર ફડાકા ઝીંક્યા હતા અને ગળું દબાવી ધક્કો મારી ત્યાંથી નાસી ગયો હતો.આ સમય દરમીયાન મહિલાએ બુમો પાડતા ત્યાં ચોકીદાર તરીકે નોકરી કરતા સાગરભાઈ આવી ગયા હતા.આ બનાવ બાદ માલવીયાનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.