રાજકોટ પોલીસે મધ્યસ્થી બની 1282 લોકોને બેંક લોન અપાવી, મુખ્યમંત્રી પટેલના હસ્તે ચેકનું વિતરણ
પોલીસ હેડ ક્વાર્ટરમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં લોન ધિરાણ વિતરણ કાર્યક્રમ યોજાયો
વ્યાજખોરોના ત્રાસથી લોકોને મુક્ત કરાવવા રાજ્યભરમાં ગુના નોંધી વ્યાજખોરો સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી, અને લોકો વ્યાજખોરોને બદલે સરકારી સહકારી બેંકથી લોન મેળવી પોતાની આર્થિક જરૂરિયાત પૂરી કરે તેવા ભાગરૂપે રાજકોટ પોલીસે અલગ અલગ બેંકના પ્રતિનિધિઓને બોલાવી લોનમેળાનું આયોજન કર્યું હતું જેમાં 1282 લાભાર્થીઓની લોન મંજૂર કરવામાં આવી હતી. રવિવારે 1282 લાભાર્થીને લોનધિરાણના ચેકનું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.