શ્રીમતી એચ.બી.સંઘવી મહિલા આર્ટ્સ તથા કોમર્સ કૉલેજ ખાતે સેમિનાર યોજાયો.. - At This Time

શ્રીમતી એચ.બી.સંઘવી મહિલા આર્ટ્સ તથા કોમર્સ કૉલેજ ખાતે સેમિનાર યોજાયો..


શ્રી રાજુલા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન
શ્રીમતી એચ.બી.સંઘવી મહિલા આર્ટ્સ તથા કોમર્સ કૉલેજ ખાતે તારીખ:-૪/૪/૨૦૨૪
ના રોજ નવી શિક્ષણ નીતિ અનુસાર ગુજરાત કોમન એડમિશન સર્વિસ અંતર્ગત સેમીનાર નું આયોજન કરેલ.સૌ પ્રથમ મહેમાનો ના વરદ હસ્તેદીપ પ્રાગટ્ય બાદ પુષ્પ ગુચ્છ થી સ્વાગત કરવામાંઆવ્યું.આ સમારંભ માં કૉલેજ સેક્રેટરી શ્રી બાલકૃષ્ણ ભાઈ ત્રિવેદી કેમ્પસ મેનેજર શ્રી રવિ ભાઈ વ્યાસ તથા કેમ્પસ ડાયરેક્ટર શ્રી ડો.જીજ્ઞેશ ભાઈ વાજા તેમજ શહેર નાં વરિષ્ઠ પત્રકારો તેમજ પરફેક્ટ કોમ્પ્યુટર નાં ઓનર રિઝવાન ભાઈ લઠા તથા સાથી મિત્ર મિસમ ભાઈ નુરાની તથા રાજુલા નાં તથા ગ્રામ્ય વાલી શ્રી વિદ્યાર્થિની બહેનો ઉપસ્થિત રહેલ.કાર્યક્રમ ની શુભ શરૂવાત દીપ સમારંભ માં ઉપસ્થિત મહેમાનો નું સ્વાગત અભિવાદન પ્રિન્સિપાલ શ્રી ડો.રીટા બેન રાવળ દ્વારા ભાવુક શૈલી માં કરવામાં આવેલ.ત્યારબાદ ડો.સોનલબેન ઝાપડિયાં દ્વારા સ્લાઇડ શો દ્વારા એડમિશન પ્રક્રિયા વિશે માહીતગાર કરવામાં આવેલ.કેમ્પસ ડાયરેક્ટર શ્રી ડો.જીજ્ઞેશભાઈ વાજા એ ઓનલાઇન પ્રક્રિયા અંગે કૉલેજ ખાતે ફ્રી રજીસ્ટ્રેશન સાથે સમગ્ર એડમિશન પ્રક્રિયા ને દૃશ્ય શ્રાવ્ય માધ્યમ પીપીટી રૂપે બતાવી હતી. આ સાથે રજીસ્ટ્રેશન થી એડમિશન અહી કૉલેજ ખાતે કરાવી આપવાની ખાત્રી આપી વિશેષ માહિતી આપેલ સમગ્ર કાર્યક્રમ ની આભાર વિધિ પ્રો.તથા એન.એસ.એસ પ્રો.જાગૃતિ બેન તેરૈયા દ્વારા કરવામાં આવેલ. કાર્યક્રમ નું સંચાલન પ્રો. ધારાબેન ખીમસુરિયા એ કરેલ.સમગ્ર સ્ટાફ તથા એન.એસ.એસ.સ્વયમ સેવિકા બહેનો એ જહેમત ઉઠાવી કાર્યક્રમ સફળ બનાવવા સંનિષ્ઠ પ્રયાસ કરેલ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.