કચ્છ જીલ્લા ટીમ દ્વારા ૭૦૦ + (સાતસો) પક્ષીઘર અને પાણી ના કુંડા નું વિતરણ કાર્યક્ર્મ હાથ ધરવામાં આવ્યો હતો. - At This Time

કચ્છ જીલ્લા ટીમ દ્વારા ૭૦૦ + (સાતસો) પક્ષીઘર અને પાણી ના કુંડા નું વિતરણ કાર્યક્ર્મ હાથ ધરવામાં આવ્યો હતો.


સયુંક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ ના ચેરમેન શ્રી નિલેશભાઈ જોશી સાહેબ તથા ગુજરાત રાજ્ય ઉપાઘ્યક્ષ શ્રી કિશોરસિંહ જાડેજા ના માર્ગદર્શન મુજબ કચ્છ જીલ્લા ટીમ દ્વારા ૭૦૦ + (સાતસો) પક્ષીઘર અને પાણી ના કુંડા નું વિતરણ કાર્યક્ર્મ હાથ ધરવામાં આવ્યો હતો. શોર્ટ ટાઈમ પીરીયડ માં સોશિયલ મીડિયા દ્વારા આ કાર્યક્ર્મ અંગે પ્રચાર પ્રસાર કરી જાણ કરવામાં આવી હતી અને ગણતરી ના કલાકમાં વિવિઘ વિસ્તારના સેવાભાવી લોકો ઉમટી પડ્યા હતા ને પક્ષી ઘર અને કુંડા પોત પોતાના સ્થાનોએ લગાડવા માટે લઈ ગયાં હતા અને વિતરણ કાર્યક્ર્મ ખુબજ સરળ અને સારી રીતે સંપન્ન કરવામાં મદદરૂપ થયા હતા. હજુ પણ લોકોની ડિમાન્ડ અને સારો પ્રતિસાદ જોતા ટુંક સમયમાં બીજા રાઉન્ડ મા પણ આ વિતરણ કાર્યક્ર્મ હાથ ધરવામાં આવશે. આ સેવાયજ્ઞ ને સફળ બનાવવા માટે UNHRC કચ્છ જીલ્લા ટીમ ના દરેક સક્રિય હોદ્દેદારોએ યથાશક્તિ ફાળો કે શ્રમદાન તથા કિંમતી સમય નુ યોગદાન આપી આ પુણ્યકાર્ય ના સહભાગી બન્યા હતા. આ સેવાયજ્ઞ મા "વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઈઝેશન" નાં કાર્યકર્તાઓ એ પણ પોતનું મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. આ વિતરણ કાર્યક્ર્મ માટે યોગ્ય જગ્યા ફાળવી ને UNHRC ના આ વિતરણ કાર્યક્ર્મ ને પ્લેટફોર્મ પૂરું પાડવા બદલ "રોટરી ફોરેસ્ટ ગાર્ડન કમિટી" નો પણ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.