ખુનના ગુન્હામા રાજકોટ મધ્યસ્થ જેલમાં આજીવન કેદની સજા ભોગવતા અને વચગાળાના જામીન પરથી ફરાર થયેલ પાકા કેદીને પકડી પાડતી અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન ટીમ - At This Time

ખુનના ગુન્હામા રાજકોટ મધ્યસ્થ જેલમાં આજીવન કેદની સજા ભોગવતા અને વચગાળાના જામીન પરથી ફરાર થયેલ પાકા કેદીને પકડી પાડતી અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન ટીમ


ખુનના ગુન્હામા રાજકોટ મધ્યસ્થ જેલમાં આજીવન કેદની સજા ભોગવતા અને વચગાળાના જામીન પરથી ફરાર થયેલ પાકા કેદીને પકડી પાડતી અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન ટીમ

ભાવનગર રેન્જ આઇ.જી.પી. શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ તથા અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ સાહેબનાઓએ જીલ્લાઓમાં પેરોલ ફરાર કેદીઓને તથા નાસતા ફરતા આરોપીઓને તાત્કાલીક પકડી પાડવા સૂચના આપેલ હોય જે અન્વયે અમરેલી ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે.પી.ભંડારીનાઓ દ્વારા અમરેલી ડિવીજનમા પેરોલ ફરાર કેદીઓને તથા નાસતા ફરતા આરોપીઓને તાત્કાલીક પકડી પાડવા માગૅદશૅન આપેલ હોય

➡ગુન્હાની વિગત-
આ કામના કેદીને અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન એ- પાર્ટ ગુ.ર.નં. ૧૧૧ ૯૩૦૦ ૪૨૦૦ ૮૨૦/૨૦૨૦ આઇ.પી.સી. કલમ ૩૦૨,૩૪ મુજબના કામે નામ સેશન્સ કોર્ટ અમરેલી દ્વારા આજીવન કેદ તથા દંડની સજા હુકમ થતા મજકુર રાજકોટ મધ્યસ્થ જેલમાં પાકા કામના કેદી તરીકે સજા ભોગવતો હોય અને નામ ગુજરાત હાઇકોર્ટના હુકમ અન્વયે કેદીને વચગાળાના જામીન રજા પર દિન- ૦૨ માટે મુક્ત કરવા હુકમ થતા કેદીને તા.૦૮/૦૧/૨૦૨૪ ના રોજ મુક્ત થયેલ અને મજકુર કેદી તા. ૧૧/૦૧/૨૦૨૪ ના રોજ ફરાર થયેલ જે કામે કેદી આજ દિન સુધી ફરાર હતો

જે અન્વયે અમરેલી તાલુકા પો.સ્ટે.ના ઇન્ચાર્જ પો.ઇન્સ શ્રી આર.જી.ચૌહાણ નાઓની રાહબરી હેઠળ અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના પો.કોન્સ ફારૂકભાઈ ગુલાબભાઇને મળેલ ચોક્કસ બાતમી દ્વારા રાજકોટ મધ્યસ્થ જેલમાંથી વચગાળાના જામીન રજા પરથી ફરાર થયેલ પાકા કામના કેદીને અમરેલી તાલુકાના ચિત્તલ જસવંતગઢ ગામેથી તા. ૧૦/૦૧/૨૦૨૪ ન સેજ પકડી પાડી બાકી રહેતી સજા ભોગવવા સારૂ રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપેલ

→પકડાયેલ આરોપી-
(૧) અનવર ઉર્ફે અનુ ઉર્ફે ભુરો હનીફભાઇ ઇસ્માઇલભાઇ બીલખિયા ઉ.વ.૨૪ રહે, ચિતલ તા.જી.અમરેલી

સદરહુ કામગીરી શ્રી હિમકર સિંહ, પોલીસ અધિક્ષક સાહેબ,અમરેલી નાઓની સુચના અને શ્રી જે.પી.ભંડારી.નાયબ પોલીસ અધિક્ષક અમરેલી વિભાગ ના માર્ગદર્શન હેઠળ, અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ પો.ઇન્સ. શ્રી આર.જી.ચૌહાણ તથા સર્વેલન્સ ટીમના અના હેડ કોન્સ. મેહુલભાઇ વીનુભાઇ તથા પો.કોન્સ દેવાયતભાઇ ભુરાભાઇ તથા ફારૂકભાઇ ગુલાબભાઈ દ્વારા કરવામાં આવેલ છે.


9537666006
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.