મુંબઈથી મોકલેલું 1 કરોડથી વધુનું સોનું રાજકોટના વેપારીને મળે તે પહેલાં જપ્ત
આંગડિયા પેઢીમાં સોનું મોકલવામાં આવ્યું હતું, રેલવે પોલીસે પકડી પાડ્યું
ચૂંટણીના અનુસંધાને હાલમાં આંગડિયા પેઢીમાં સોના-રોકડની થતી હેરફેર પર નજર રાખવામાં આવી છે. ગેરકાયદેસર રીતે થતા વ્યવહારોને પકડી લેવા માટે આઈટી વિભાગે ખાસ સ્ક્વોડની રચના કરી છે. શનિવારે રાજકોટ રેલવે સ્ટેશનેથી રૂ. 1 કરોડથી વધુનું સોનું રેલવે એસ.ઓ.જી.એ પકડી પાડ્યું છે. આ સોનું મુંબઈથી રાજકોટ આવ્યું હતું. સોની વેપારીને કબજો સોંપવામાં આવે તે પહેલા જ તેને પકડી લેવામાં આવ્યું છે અને આ અંગેની જાણ આવકવેરા વિભાગને કરી છે. આ સોનું ઓખા-મુંબઈ ટ્રેનમાં આવ્યું હતું. જેમાં 1.35 કરોડના સોનાના 21 બિસ્કિટ અને 300 ગ્રામ ઘરેણાં હોવાનું જાણવા મળ્યું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.